Not Set/ સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની 31 રને હાર બાદ વિશ્વકપમાં સેમી ફાઇનલમાં પહોંચવાના ગણિતો ફરી એકવાર બદલાયા છે. ભારતની હાર બાદ પાકિસ્તાનનાં સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવનાઓ ઘટી ગઇ છે. ભારત અને ઇંગ્લેન્ડની મેચનાં પરિણામથી વિશ્વકપમાં ચોથા સ્થાન માટે જગ્યા બનાવવાની જંગ રસપ્રદ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને બાદ કરતા કોઇ પણ ટીમને સેમીફાઇનલમાં પ્રવેશ માટે જો અને તોનું […]

Top Stories Sports
cwc સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની 31 રને હાર બાદ વિશ્વકપમાં સેમી ફાઇનલમાં પહોંચવાના ગણિતો ફરી એકવાર બદલાયા છે. ભારતની હાર બાદ પાકિસ્તાનનાં સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવનાઓ ઘટી ગઇ છે. ભારત અને ઇંગ્લેન્ડની મેચનાં પરિણામથી વિશ્વકપમાં ચોથા સ્થાન માટે જગ્યા બનાવવાની જંગ રસપ્રદ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને બાદ કરતા કોઇ પણ ટીમને સેમીફાઇનલમાં પ્રવેશ માટે જો અને તોનું સમીકરણ થઇ ગયું છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

નવા સમીકરણ પ્રમાણે કુલ મળીને પાકિસ્તાન સહિત પાંચ ટીમોને નંબર 4 પર જગ્યા બનાવી સેમીફાઇનલમાં જવાની તક છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ચૂક્યું છે. આ ઉપરાંત બાકી ત્રણ ટીમો કઈ હશે તેને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. ભારત, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી કઈ ટીમ આગળ જશે, તેનું ગણિત જટિલ થઈ ગયું છે.

point table in world cup સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

ભારતની સંભાવના કેટલી..

team india545 સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી વધારે સંભાવના ભારતીય ટીમની છે. ભારતને સેમીફાઈનલમાં પહોંચવા માત્ર 1 પોઈન્ટ જોઈએ છે. હાલ ભારતનાં કુલ 11 પોઈન્ટ છે. ભારતને હવે બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે મેચ રમવાની બાકી છે. આ બંને મેચોમાંથી કોઈ એક મેચ ભારત જીતે તો તે સીધે સીધુ સેમીફાઈનલમાં સ્થાન બનાવી શકે છે. આ ઉપરાંત બંનેમાંથી કોઈ પણ મેચ રદ કે ટાઈ થાય છે તો પણ એક પોઈન્ટ ભારતને મળશે અને તે સેમીફાઈનલમાં પહોંચી જશે.

એક મેચ જીતે તો ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં

D3LAe 8XkAITEg2 630 630 સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

ભારત પછી સેમીફાઇનલમાં પહોંચવા માટે સૌથી મોટુ દાવેદર ન્યૂઝીલેન્ડ છે. પોતાની પાછલી મેચ ઓસ્ટ્રેલિયા સામે હારનારા ન્યૂઝીલેન્ડનાં 11 પોઈન્ટ છે. તેમની 1 મેચ બાકી છે. આ મેચ ઈંગ્લેન્ડ સામે છે. જો તે જીતી જાય છે તો કોઈ મુશ્કેલી વિના સેમીફાઈનલમાં એન્ટ્રી થશે. હારવા છતાં રનરેટ સારી હોવાના કારણે તેને આગળ વધવાની તક મળી શકે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાન માટે જો અને તોનું ગણિત

Pakistan defeat સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ પાકિસ્તાનનો સેમીફાઈનલનો રસ્તો મુશ્કેલ જરૂર થયો છે પરંતું બંધ નથી થયો. સેમીફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મોટી જીત મેળવવી પડશે. તેટલું જ નહી પણ પાકિસ્તાન સેમીફાઇનલમાં ત્યારે જ પહોંચી શકશે જ્યારે  ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈંગ્લેન્ડ હારી જાય. બીજી તરફ બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન સામેની બે બાકી મેચો જીતીને સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

ઈંગ્લેન્ડ માટે હજુ મુશ્કેલી

icc world cup સેમીફાઈનલની રેસમાં જો અને તો ગણિત પર આ ટીમો કરી શકે છે એન્ટ્રી

રવિવારે ભારત સામેની મેચમાં 2 પોઈન્ટ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડનાં હવે 10 પોઈન્ટ થઇ ગયા છે. જો તે પોતાની અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે છે તો 12 પોઈન્ટ સાથે તે સેમીફાઈનલમાં પહોંચી જશે. જો કે હાર્યા બાદ પણ તેની પાસે તક ત્યારે હશે જ્યારે બાંગ્લાદેશ પોતાની બાકીની બે મેચમાં પાકિસ્તાનને હરાવી દે અને ભારત સામે હારી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.