Vaccination/ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધી કોરોનાની વેક્સિન

દેશમાં રોગચાળો ફેલાવાના કારણે, સલામતી ટીપ્સ અને કોરોનાથી છૂટકારો મેળવવા માટે કોરોના રસીકરણ અભિયાન ગતિમાન છે.

Top Stories India
bumrah sanjana 1615012223 15 ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધી કોરોનાની વેક્સિન

દેશમાં રોગચાળો ફેલાવાના કારણે, સલામતી ટીપ્સ અને કોરોનાથી છૂટકારો મેળવવા માટે કોરોના રસીકરણ અભિયાન ગતિમાન છે. જે અંતર્ગત આજે 9 માર્ચે ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોવિડ-19 ની રસી લગાવી છે.

કોરોના રસીકરણનાં બીજા તબક્કામાં, 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. આ સમય દરમિયાન, બધા મંત્રીઓ અને નેતાઓ દેશમાં ઉત્પાદિત કોરોના રસી પર આધાર રાખીને, કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લઈ રહ્યા છે. આજે દિલ્હીનાં એઇમ્સમાં ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસનો રોકચાળો રોકવા માટે મોટા પાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના રસીનું રસીકરણ દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને શરૂઆતમાં ફ્રન્ટ લાઇન કોરોના લડવૈયાઓને રસી આપવામાં આવી હતી. આ પછી, સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણ શરૂ કરવા માટે કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે. જેમા 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકો અને 45 થી 59 વર્ષ સુધીનાં ગંભીર બિમારીઓથી પીડિત રોગીઓને કોરોનાની વેક્સીન લગાવવામા આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ