કોરોનાનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેરે દેશમાં એક મોટું તાંડવ શરૂ કરી દીધુ છે. સામાન્ય માણસથી લઇને જાણીતા ચહેરા તમામ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ઘરમાં રહેવુ અને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવુ સૌથી મહત્વનું છે.
અંતિમ ઘડીની જોવાતી વાટ / ઓક્સીજન ટેન્કર જોઇને ડોકટરોની આંખમાં આવ્યા આંસુ, બે હાથ જોડીને બોલ્યાં – હે ભગવાન, મને નરક જોતાં બચાવ્યો
ભારતમાં દરરોજ 2 હજાર થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. દરમ્યાન, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારનાં ભૂતપૂર્વ પ્રધાન ડો. એકે વાલિયાનું કોરોનાવાયરસથી નિધન થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ડો.વાલિયા દિલ્હીની અપોલો હોસ્પિટલમાં એડમિટી હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું પૂરું નામ ડો.અશોક કુમાર વાલિયા છે. 1993 માં એકે વાલિયાએ કોંગ્રેસ પાર્ટીથી રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. વાલિયા ચાર વખત દિલ્હીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ત્રણ વખત ગીતા કોલોની બેઠક પરથી ધારાસભ્ય હતા અને એક વાર લક્ષ્મી નગર બેઠક પરથી બેઠક જીત્યા હતા. એકે વાલિયાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તેમનો અભ્યાસ પણ દિલ્હીમાં થયો હતો. વાલિયા વ્યવસાયે ડોક્ટર હતા. પૂર્વ દિલ્હીનાં લક્ષ્મી નગર વિસ્તારમાં તેમનું નર્સિંગ હોમ પણ છે.
જનતા કર્ફ્યુ / MPમાં 30 એપ્રિલ સુધી કડક જનતા કરફ્યુ લાગુ, કોરોનાની ચેન તોડવી હોય તો ઘરમાં રહો : CM શિવરાજ સિંહ ચૌહાણ
Senior Congress leader and former Delhi minister Dr AK Walia passes away due to #COVID19, at Apollo Hospital in Delhi.
(File photo) pic.twitter.com/DJVzD2Vwqh
— ANI (@ANI) April 22, 2021
ડો.એ.કે. વાલિયાએ કોંગ્રેસની શીલા દિક્ષિત સરકારમાં દિલ્હીમાં રાજ્ય પ્રધાન તરીકે કામ કર્યું હતું. આ સમય દરમ્યાન તેમણે વિવિધ મોટા વિભાગો, જેમ કે આરોગ્ય, શહેરી વિકાસ અને ભૂમિ અને ભવન વિભાગ પર કામ કર્યું. ડો.એકે વાલિયા ટ્રાંસ યમુના પ્રદેશ વિકાસ બોર્ડનાં અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. એપ્રિલ 2017 માં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની ચૂંટણી પહેલા, વાલિયાએ ટિકિટનાં મળવાનાં કારણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પૈસા માટે કોંગ્રેસ પાર્ટી ટિકિટ વેચી રહી હતી. તે સમયે કોંગ્રેસ પાર્ટી માટે તે એક મોટો ઝટકો હતો કારણ કે પૂર્વ દિલ્હીમાં વાલિયાની નોંધપાત્ર લોકપ્રિયતા હતી. જો કે, ચૂંટણી બાદ વાલિયા કોંગ્રેસમાં જોડાયા હતા.

