અવસાન/ વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન થયું છે. ચંદન મિત્રાનાં પુત્ર કુશન મિત્રાએ પિતાનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

Top Stories India
1 48 વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન

વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું નિધન થયું છે. ચંદન મિત્રાનાં પુત્ર કુશન મિત્રાએ પિતાનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે, ચંદન મિત્રા ધ પાયનિયરનાં ભૂતપૂર્વ સંપાદક અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. 2003 માં તેમને રાજ્યસભાનાં સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી એકવાર ભાજપે તેમને મધ્યપ્રદેશની રાજ્યસભામાં મોકલ્યા હતા. જોકે, 2018 માં ચંદન મિત્રા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પણ વાંચો – Covid-19 / શાળા ખોલવાનું સમર્થન કરી રહ્યા છે AIIMS ડાયરેક્ટર, જાણો શું કહ્યુ

ચંદન મિત્રાનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને સમજ માટે યાદ કરવામાં આવશે. મીડિયાની સાથે સાથે તેમણે રાજનીતિની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું, હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ

ચંદન મિત્રાનાં અંગત જીવનની વાત કરીએ તો તેમણે કોલકાતાની લા માર્ટિનિયર કોલેજમાં અભ્યાસ કર્યો. તે સ્વપન દાસ ગુપ્તા, પ્રોનજોય ગુહા ઠાકુરતાનાં બેચમેટ હતા અને બાદમાં ત્રણેય દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ભણ્યા હતા. સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ચંદન મિત્રા અને શશી થરૂર ખૂબ સારા મિત્રો રહ્યા હતા. ચંદન મિત્રાએ ઇતિહાસમાં એમએ અને એમફિલની ડિગ્રી મેળવી છે. થોડા સમય માટે તેમણે હંસરાજ કોલેજમાં પણ ભણાવ્યું હતુ. 1984 માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ચંદન મિત્રાને ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. પત્રકારત્વમાં ચંદન મિત્રાની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે કોલકાતામાં ધ સ્ટેટ્સમેનનાં સહાયક સંપાદક તરીકે પોતાની ઈનિંગ શરૂ કરી, ત્યારબાદ તેઓ ફરીથી ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ધ સન્ડે ઓબ્ઝર્વર ગયા, જ્યાં તેઓ સંપાદક બન્યા. આ પછી તેમને હિન્દુસ્તાન ટાઇમ્સમાં એક્ઝિક્યુટિવ એડિટરની નોકરી મળી હતી. હિન્દુસ્તાન ટાઇમ્સ છોડ્યા પછી, ચંદન મિત્રા ધ પાયનિયરમાં જોડાયા બાદમાં 1998 માં થાપર પરિવાર પાસેથી અખબારની માલિકી ખરીદી.

આ પણ વાંચો – જળભરાવ / રાજધાની દિલ્હી પાણી-પાણી, ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

આપને જણાવી દઇએ કે, સ્ટેફાનિયન ફેલો અને કોલેજનાં વરિષ્ઠ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કોલેજ ચૂંટણી દરમિયાન પ્રચાર વ્યવસ્થાપક તરીકેનાં તેમના કાર્યને યાદ કરીને ચંદન મિત્રાને શ્રદ્ધાંજલિ આપી છે.

ચંદન મિત્રાએ 2018 માં ભાજપ છોડી દીધું હતુ અને મમતા બેનર્જીનાં નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા, જે પક્ષને તેમણે એક સમયે બંગાળમાં “આતંકનાં શાસન” માટે જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે તે સમયે જણાવ્યું હતું કે, તેમણે રાજ્યની “બહેતર” માટે આ માર્ગ પસંદ કર્યો છે.