Not Set/ સેન્સેક્સેની સપાટી 60,000ને પાર જોવા મળી,539 પોઈન્ટની અફરા-તફરી નોધાયી

નિફ્ટીમાં JSW સ્ટીલ, HDFC, ICICI બેંકના શેરમાં ઘટાડો છે. સિપ્લા, સન ફાર્મા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે

Business
Untitled 141 સેન્સેક્સેની સપાટી 60,000ને પાર જોવા મળી,539 પોઈન્ટની અફરા-તફરી નોધાયી

ભારતીય શેરબજારમાં આજે સતત ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. સેન્સેક્સમાં 539 પોઈન્ટની અફરા-તફરી રહેવા પામી હતી. ઉઘડતી બજારે સેન્સેક્સ 60,000ની સપાટી તોડી હતી. જો કે ત્યારબાદ નવી ખરીદારીનો દૌર શરૂ થતાં ફરી 60,000ને પાર થઈ ગયો હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં 34 પૈસાની નરમાશ જોવા મળી હતી.

આ પણ વાંચો ;જાહેરાત / ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી જીતવા માટે પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત…

આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ રેડ ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેક્સે 60,000ની સપાટી તોડી ઈન્ટ્રા-ડેમાં 59967નો લો બનાવ્યો હતો. નિફટી પણ રેડઝોનમાં ગરમાવ થઈ હતી. જો કે, ત્યારબાદ રોકાણકારોએ નવેસરથી ખરીદીનો દૌર શરૂ કરતા માર્કેટમાં સારી એવી રીકવરી થવા પામી હતી. નાયકાનું આજે લીસ્ટીંગ થવા પામ્યું હતું. જેમાં રોકાણકારોને સારૂ એવું વળતર મળ્યું હતું. આઈપીઓમાં એક અરજી દીઠ 99 ટકા જેવું માતબર વળતર પ્રાપ્ત થયું હતું.

આ પણ વાંચો ;કરતારપુર સાહિબ / પાકિસ્તાનની ભારતને અપીલ, કરતારપુર કોરિડોર તીર્થયાત્રીઓ માટે ફરીથી ખોલવામાં આવે

સેન્સેક્સ 118 પોઈન્ટના ઘટાડા સાથે 60315 અને નિફટી 43 પોઈન્ટના ઘટાડા સાથે 18001 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 35 પૈસાની નરમાશ સાથે 74.38 પર કામકાજ કરી રહ્યો છે.નિફ્ટીમાં JSW સ્ટીલ, HDFC, ICICI બેંકના શેરમાં ઘટાડો છે. સિપ્લા, સન ફાર્મા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી નેક્સ્ટ 50માં નજીવો ફાયદો થયો છે જ્યારે નિફ્ટી મિડકેપ અને નિફ્ટી બેન્ક ડાઉન છે. નિફ્ટી બેંક આજે 1% નીચે છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ પણ 1% નીચે છે. ગઈ કાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને 60,433 પર બંધ થયો જ્યારે નિફ્ટી 18.044 પર બંધ થયો. લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 267.55 લાખ કરોડ છે.