સ્ટોક માર્કેટ/ શેરબજારમાં કડાકો,ખુલતાની સાથે જ સેન્સેક્સ 56500 ની નીચે,નિફ્ટી 16900 ની નજીક

શેરબજારમાં આજે વધુ કડાકો જોવા મળ્યો  છે અને તેની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. ફેડના પરિણામો પહેલા અમેરિકી બજારોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો

Top Stories Business
100 શેરબજારમાં કડાકો,ખુલતાની સાથે જ સેન્સેક્સ 56500 ની નીચે,નિફ્ટી 16900 ની નજીક

શેરબજારમાં આજે વધુ કડાકો જોવા મળ્યો  છે અને તેની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે. ફેડના પરિણામો પહેલા અમેરિકી બજારોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તેના કારણે ભારતીય બજારને કોઈ સપોર્ટ મળી રહ્યો નથી.આજે બજારની શરૂઆત 1 ટકાથી વધુના ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સ 631 પોઈન્ટ એટલે કે 1.11 ટકાના ઘટાડા સાથે 56,429.45 પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી 178 પોઈન્ટ અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 16,924.45 પર ખુલ્યો હતો.

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 483 પોઈન્ટ અથવા 0.85 ટકાના ઘટાડા સાથે 56,429.45 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 178 પોઈન્ટ ઘટીને 17 હજારની નીચે 16,924.45 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

બજાર ખુલતાની સાથે જ લગભગ 786 શેર વધ્યા, 1425 શેર ઘટ્યા અને 118 શેર યથાવત રહ્યા. અગાઉ, શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે, બજાર વધારા સાથે ખુલ્યું હતું અને અંતે લાલ નિશાન પર બંધ થયું હતું. બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઈન્ડેક્સ 460 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 57,061 પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 142 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 17,102 પર બંધ થયો હતો.