Cricket/ હેડ કોચ પરથી રાજીનામું આપ્યા બાદ જસ્ટિન લેંગરે મુક્યા ગંભીર આરોપ

ઓસ્ટ્રેલિયન ટીમનાં મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ જસ્ટિન લેંગરે પહેલીવાર મૌન તોડ્યું છે અને મોટું નિવેદન આપ્યું છે. LinkedIn પર પોસ્ટ કરીને, તેમણે તેમના કોચિંગ કાર્યકાળ દરમિયાન તેમના સમર્થન માટે લોકોનો આભાર માન્યો છે.

Sports
11 66 હેડ કોચ પરથી રાજીનામું આપ્યા બાદ જસ્ટિન લેંગરે મુક્યા ગંભીર આરોપ

ઓસ્ટ્રેલિયન ટીમનાં મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ જસ્ટિન લેંગરે પહેલીવાર મૌન તોડ્યું છે અને મોટું નિવેદન આપ્યું છે. LinkedIn પર પોસ્ટ કરીને, તેમણે તેમના કોચિંગ કાર્યકાળ દરમિયાન તેમના સમર્થન માટે લોકોનો આભાર માન્યો છે.

આ પણ વાંચો – IND VS WI / સુનીલ ગાવાસ્કરે DRS ને Dhoni Review System થી બદલી આપ્યું આ નવુ નામ

લેંગરે એમ પણ કહ્યું કે, તે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે તૈયાર છે. એક મોટા ઘટસ્ફોટમાં તેણે કહ્યું કે કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મેમ્બર્સ હતા જેઓ તેને કોચ તરીકે ચાલુ રાખવા માંગતા ન હોતા અને તેઓ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સન્માન કરે છે. બોલ ટેમ્પરિંગની ઘટના બાદ 2018માં જસ્ટિન લેંગરને ઓસ્ટ્રેલિયન ટીમનાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેના કોચિંગમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. ટીમને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં બે વખત ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે T-20 વર્લ્ડ કપ અને એશિઝ સીરીઝમાં કાંગારૂ ટીમે જબરદસ્ત જીત મેળવી હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો ચાલી રહી હતી કે લેંગરને ફરીથી ઓસ્ટ્રેલિયન ટીમનાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે આવું બન્યું ન હોતું.

આ પણ વાંચો – IND VS WI / વિરાટની ખરાબ બેટિંગથી ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન થયા ગુસ્સે, આપી આ ચેતવણી

લેંગરે LinkedIn પર પોસ્ટ કરતાં ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે કેટલાક લોકો નથી ઈચ્છતા કે હું કોચ તરીકે ચાલુ રહુ. શુભેચ્છાઓ માટે બધાનો આભાર. તમે મને આપેલા સમર્થન માટે હું આભારી છું. હવે મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનાં કેટલાક સભ્યો મને ટીમનાં કોચ તરીકે ચાલુ રાખવા માંગતા ન હતા. વળી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સીઈઓ નિક હોકલી પણ એક અલગ દિશામાં જવા માંગતા હતા. હું તેમના નિર્ણયનું સન્માન કરું છું.