Ahmedabad/ સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

અમદાવાદ શહેરમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા પાંચ દિવસ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ …..

Top Stories Ahmedabad Gujarat
Image 2024 06 10T165712.700 સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. બી.જે. મેડિકલ કોલેજમાં શંકર મહાદેવનનો કોન્સર્ટ યોજાતા સારવાર લઈ રહેલા દર્દીઓ હેરાન થઈ ગયા હતા. ઘોંઘાટને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. આરોગ્ય વિભાગનું મૌન રહેવું દર્દીઓના આરોગ્યને જોખમમાં જાણીજોઈને જોખમમાં મૂકી રહ્યું છે.

DJ CIVIL 2

અમદાવાદ શહેરમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા પાંચ દિવસ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મોટો સવાલ એ છે કે હોસ્પિટલને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરાઈ છે, તેમ છતાં કોલેજમાં કઈ રીતે પ્રોગ્રામ કરવાની મંજૂરી અપાઈ? ઘોંઘાટ વચ્ચે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કેટલું સહન કરવું પડ્યું હશે? માહિતી મુજબ હ્રદય રોગના દર્દીઓએ ઘોંઘાટવાળા વિસ્તારથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે. તો સરકારના નેજા હેઠળ ચાલતી હોસ્પિટલમાં મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરતા પૂર્વે દર્દીઓના સ્વાસ્થ્ય અંગે વિચાર શા માટે કરવામાં ન આવ્યો? એટલું જ નહીં, શું શાહીબાગ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી? જો હા, તો પોલીસે કઈ રીતે મંજૂરી આપી?

DJ CIVIL 1

એવું પણ જાણવા મળ્યું છે, કોન્સર્ટ દરમિયાન કેટલાય દર્દીઓને ડી.જે. અને સ્પીકરના ઘોંઘાટથી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. અગાઉ 2022માં પણ હોસ્પિટલમાં આવા મ્યુઝિક કોન્સર્ટ યોજાઈ ચુક્યા છે. પરંતુ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી તેમ જાણવા મળ્યું છે. સૌથી મહત્વનો સવાલ છે કે હજુ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન મ્યુસિઝ કોન્સર્ટ વિરૂદ્ધ પગલાં ભરશે? તંત્રનું મૌન રહેવું દર્દીઓને પરવડે તેમ નથી.

લાઉડ સ્પીકરોમાં સાઉન્ડ લિમિટર લગાવવા અંગે ગુજરાત પૉલ્યુશન બૉર્ડ (GPCB) દ્વારા નૉટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ઔદ્યોગિક વિસ્તારમાં દિવસ દરમિયાન 75 ડેસિબલ અને રાત્રે 70 ડેસિબલ, વ્યાવસાયિક વિસ્તારોમાં દિવસે 65 અને રાત્રે 55 ડેબિસબલ, રહેણાક વિસ્તારોમાં દિવસે 55 અને રાત્રે 40 ડેસિબલ, સાયલન્ટ ઝોનમાં દિવસે 50 અને રાત્રે 40 ડેસિબલ અવાજનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. શાળા, હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થળો હોય તેના 100 મીટરના વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો