Not Set/ ડભોઇમાં ગેસ ગળતરને લીધે સાત શ્રમિકોનાં મોત, વર્ષે લાખો લોકોનો લેવાય છે ભોગ

દેશભરમાં વર્ષે લાખો લોકોનો ભોગ લેનાર ગેસ ગળતરની ગોઝારી ઘટના વડોદરાનાં ડભોઇથી સામે આવી રહી છે. વડોદરા જીલ્લાનાં ડભોઇમાં આવેલી દર્શન હોટલમાં આ દુર્ઘટના ઘટી છે. ગોઝારી ઘટના પાછળ ફરી ખારકુવો સાફ કરવો તેજ મુસદ્દો છે. હોટલ દર્શનમાં પણ ખારકુવો સાફ કરવા શ્રમિકો ખારકુવામાં ઉતરેલા હતા. ખારકુવે અને મોટી ગટરોમાં પૂર્વ જે રીતે ગેસનાં કારણે […]

Top Stories Gujarat Vadodara Others
d4 ડભોઇમાં ગેસ ગળતરને લીધે સાત શ્રમિકોનાં મોત, વર્ષે લાખો લોકોનો લેવાય છે ભોગ

દેશભરમાં વર્ષે લાખો લોકોનો ભોગ લેનાર ગેસ ગળતરની ગોઝારી ઘટના વડોદરાનાં ડભોઇથી સામે આવી રહી છે. વડોદરા જીલ્લાનાં ડભોઇમાં આવેલી દર્શન હોટલમાં આ દુર્ઘટના ઘટી છે. ગોઝારી ઘટના પાછળ ફરી ખારકુવો સાફ કરવો તેજ મુસદ્દો છે. હોટલ દર્શનમાં પણ ખારકુવો સાફ કરવા શ્રમિકો ખારકુવામાં ઉતરેલા હતા. ખારકુવે અને મોટી ગટરોમાં પૂર્વ જે રીતે ગેસનાં કારણે શ્વાસ ન લઇ શકતા સફાઇ કામ કરતા લાખો શ્રમિકોનાં મોત થયે છે તેનુ જ પુનવર્તન થયુ હોય તેમ અહી પણ શ્રમિકનો શ્વાસ રુધાંઇ જતા એક સાથે 7-7 શ્રમિકોએ જીવ ખોયા છે.

d2 1 ડભોઇમાં ગેસ ગળતરને લીધે સાત શ્રમિકોનાં મોત, વર્ષે લાખો લોકોનો લેવાય છે ભોગ

દુર્ધટના એટલી તો વરવી હતી કે હોટલનો ખારકુવો સાફ કરવા અંદર ઉતરેલા 7 શ્રમિકોનાં શ્વાસ રુધાંતા તેમનાં મોત નિપજ્યા બાદ લગભગ 46 કલાકની ભારે જહેમત બાદ વડોદરા અને ડભોઇની ફાયર સેફટીની ટીમ દ્રારા સંયુક્ત ઓપરેશન હાથધરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર સેફટી ટીમ દ્રારા દુર્ધટનાનું પ્રાથમિક તારણ ખારકુવામાં શ્વાસ લેવામાં તકલીફનાં કારણે શ્વાસ રુઘાંતા મોત થયાનું જણાવવામા આવી રહ્યુ છે. ત્યારે ફરી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે આને ખરેખર દુર્ઘટના કહેવી કે હત્યા જ કહેવી, કારણ કે આ પ્રશ્ન સમગ્ર દેશમાં ખુબ વરવો છે અને છેલ્લા લાંંબા સમયથી આ મામલે શ્રમિકો આંદોલન કરી અવાઝ ઉઠાવી રહ્યા છે. પરંતુ ગરીબ શ્રમિકોની અવાજ સાંભળે કોણ ???

d3 ડભોઇમાં ગેસ ગળતરને લીધે સાત શ્રમિકોનાં મોત, વર્ષે લાખો લોકોનો લેવાય છે ભોગ

મૃતક સાત શ્રમિકોમાંથી 4 શ્રમિકો ડભોઇના રહેવાસી છે અને 3 હોટલના કામ કરતા હોટલનાં જ નોકર હોવાનું સામે આવી રહ્યું છે. તો સૌથી વિચીત્ર વાતએ છે કે જ્યા દુર્ઘટના ઘટી તે દર્શન હોટલનો માલીક હોટલ બંધ કરી ફરાર થઇ ગયો છે. હોટલ માલીકના આવા બેજવાબદાર અને માનવતાને લજાવતા પગલાથી સમગ્ર પથકમાં ભારે રોષ ફેલાય ગયો હતો.મામલાની જાણ થતા જ ડભોઇનાં ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ડભોઇ Dy SP, PI, મામલતદાર સહિતનાં અધિકારી પણ ઘટનાં સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો દોર સંભાળી આગળની કર્યવાહી હાથઘરાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.