Not Set/ સંબંધોને મજબુત બનાવવા અઢવાડિયામાં આટલી વખત સેક્સ કરવુ જોઇએ

પહેલાનાં સમયની તુલનામાં આજે લોકો સેક્સને લઇને ઘણી જાણકારીઓ મેળવી રહ્યા છે. આજે લોકો જાણી રહ્યા છે કે, અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ કરવુ જોઇએ. તો અમે તમને જણાવી દઇએ કે, અઢવાડિયામાં એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો કે, હકીકત એ છે કે, આજકાલનાં કપલ 10 વર્ષ […]

Relationships
Life સંબંધોને મજબુત બનાવવા અઢવાડિયામાં આટલી વખત સેક્સ કરવુ જોઇએ

પહેલાનાં સમયની તુલનામાં આજે લોકો સેક્સને લઇને ઘણી જાણકારીઓ મેળવી રહ્યા છે. આજે લોકો જાણી રહ્યા છે કે, અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ કરવુ જોઇએ. તો અમે તમને જણાવી દઇએ કે, અઢવાડિયામાં એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો કે, હકીકત એ છે કે, આજકાલનાં કપલ 10 વર્ષ પહેલા જેટલું કરતા હતા તેનાથી પણ ઓછું સેક્સ કરી રહ્યા છે. 2010 થી 2014 નાં ગાળામાં સરેરાશ અમેરિકન કપલ 2000 થી 2004 ની સરખામણીએ નવ ગણુ ઓછું સેક્સ કરતા થઇ ગયા છે.

તમે જેટલુ વધુ સેક્સ કરશો તેટલી તમને વધુ ખુશી મળશે તમારો તણાવ ઓછો થશે. સાયકોલોજી પ્રોફેસરનું કહેવુ છે કે લોકો હજુ પણ સારા પ્રમાણમાં સેક્સ કરી રહ્યા છે. અઠવાડિયામાં એક વાર સેક્સ ખરાબ ન કહી શકાય તમારે વધુ ખુશી જોઇએ તો તમારે સેક્સ પણ વધુ કરવુ જોઇએ. સેક્સ તમારા સંબંધોને મજબુત બનાવે છે અને તમારામાં ફીલ ગુડની લાગણી જન્માવે છે, જે તમારા હેલ્થને અસર કરે છે. જો તમે અઠવાડિયામાં એક વાર પણ સેક્સ ન કરતા હો તો તમારે તેના વિશે ગંભીરતાથી વિચારવુ જોઇએ અને તેના પર અમલ પણ કરવો જોઇએ. જો તમે એટલુ પણ સેક્સ નહી કરો તો તમે રિલેક્સ નહીં થઇ શકો અને તેનું પરિણામ શરીરમાં એનર્જી લેવલ ડાઉન થવાથી લઇને માનસિક ટેન્સનમાં પણ આવશે. સેક્સ જ આ બધાનો સચોટ ઇલાજ છે.

તમે આખો દિવસ ઓફિસ કે કામથી થાકી ગયા હો કે પછી લાઇફનાં બીજા કોઇ ટેન્સન હોય તો સેક્સ બધાથી મુક્તિ મેળવવાનો કુદરતી ઇલાજ છે. સેક્સ એટલે માત્ર ફિઝિકલ રિલેશન અને પાંચ દસ મિનિટની જ રમત તેવુ સમજવાની ક્યારેય ભૂલ ન કરશો. સેક્સ એક અહેસાસ છે. જેને એક ઉંમરે માણવો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.