Syed Mushtaq Ali Trophy/ ધોની સ્ટાઇલમાં શાહરૂખ ખાને ફટકારી સિક્સર, જુઓ Video

ક્રિકેટ જગતમાં ફરી એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે તે ખેલાડીને લઈને જેણે થોડા સમય પહેલા IPL ની હરાજી દરમિયાન અને પછી IPL માં રમીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અમે વાત કરી રહ્યા છીએ શાહરૂખ ખાનની.

Sports
શાહરૂખે મારી ધોની સ્ટાઇલમાં સિક્સ

ક્રિકેટ જગતમાં ફરી એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે તે ખેલાડીને લઈને જેણે થોડા સમય પહેલા IPL ની હરાજી દરમિયાન અને પછી IPL માં રમીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અમે વાત કરી રહ્યા છીએ શાહરૂખ ખાનની. તે બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાન નથી, પરંતુ તે ક્રિકેટની દુનિયામાં એક દિવસ બાદશાહ બનવાની ક્ષમતા ધરાવે છે. જણાવી દઇએ કે, તેણે સોમવારે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની ફાઈનલનાં અંતે જે કર્યું તેના કારણે ચર્ચાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચો – ચૂંટણી લડશે સિંધુ / પીવી સિંધુ લડશે ચૂંટણી! જાણો કયા પક્ષ અને પદ માટે ઉતરશે મેદાનમાં

તમિલનાડુને ભારતની પ્રતિષ્ઠિત T20 ચેમ્પિયનશિપ (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)ની ફાઇનલમાં કર્ણાટક સામે જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. શાહરૂખ ખાન તમિલનાડુ તરફથી રમી રહ્યો હતો, તે છેલ્લા બોલે પહોંચ્યો હતો જ્યાં તેને જીતવા માટે 5 રનની જરૂર હતી. શાહરૂખે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલમાં સિક્સ ફટકારીને પોતાની ટીમને ઐતિહાસિક જીત અને ટાઇટલ અપાવ્યું હતુ. તેણે 15 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. ત્યારથી આ 26 વર્ષીય બેટ્સમેનની ચર્ચા સોશિયલ મીડિયા અને ક્રિકેટ ફેન્સ વચ્ચે જોરશોરથી ચાલી રહી છે. શાહરૂખે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલમાં તેની નજર સામે વિજયી સિક્સર ફટકારી હતી.

ફાઈનલ મેચ પછી, IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન ધોની પોતાના ટીવી સેટ પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021-22ની ફાઈનલ મેચ જોઈ રહ્યા છે. તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોની શાહરૂખની જીતની સિક્સર જોતો જોવા મળી રહ્યો છે. ધોનીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચેન્નાઈએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘7 નંબરની જર્સીની શૈલીમાં Finish. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી.’

ચેન્નાઈનાં આ ટ્વીટ પછી તુરંત જ ફ્રેન્ચાઈઝીનાં ચાહકોએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022ની સીઝન માટે ચેન્નાઈની ટીમમાં શાહરૂખનાં સમાવેશની આશાઓ રાખવાનું શરૂ કરી દીધું છે. ચાહકો એવું પણ કહી રહ્યા છે કે શાહરુખને હરાજીમાં ખરીદો. શાહરૂખ ખાને ફાઈનલ મેચમાં અણનમ 33 રન બનાવ્યા હતા. IPL 2021ની હરાજીમાં તેને પંજાબ કિંગ્સે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો હતો. તેણે અત્યાર સુધીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021-22 સીઝનમાં માત્ર 40 બોલમાં 88 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપ્યા બાદ ભારત ચિંતિત, ICC એ આપ્યો આ જવાબ

અગાઉ, અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા, જે તમિલનાડુએ છેલ્લા બોલે છ વિકેટનાં નુકસાને હાંસલ કર્યા હતા. તમિલનાડું માટે શાહરૂખે 15 બોલમાં એક ચોક્કો અને ત્રણ સિક્સર ફટકારી હતી. તેના સિવાય એન જગદીસને સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. તેણે 46 બોલમાં બે ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. તેના સિવાય હરિ નિશાંતે 23, કેપ્ટન વિજય શંકરે 18, સાઈ સુદર્શને 9 અને સંજય યાદવે 5 રન બનાવ્યા હતા.