Video/ શાહિદ કપૂરે વીડિયોમાં બતાવ્યો એવો ફની ચેહરો, સ્માઈલ જોઇને ચાહકો બોલ્યા – વિરાટ કોહલી….

શાહિદ કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક એવી પોસ્ટ કરતો રહે છે, જેને જોઈએને અથવા તો સાંભળીને ચાહકો હસી હસી લોટપોટ થઇ જતો હોય છે.

Entertainment
A 91 શાહિદ કપૂરે વીડિયોમાં બતાવ્યો એવો ફની ચેહરો, સ્માઈલ જોઇને ચાહકો બોલ્યા - વિરાટ કોહલી....

શાહિદ કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક એવી પોસ્ટ કરતો રહે છે, જેને જોઈએને અથવા તો સાંભળીને ચાહકો હસી હસી લોટપોટ થઇ જતો હોય છે. આ વખતે પણ શાહિદ કપૂરે આવું જ કંઈક કર્યું છે. પરંતુ આ વખતે શાહિદે ઘરની પાછળ ચાલતી વખતે ગુપ્ત રીતે આ વીડિયો બનાવ્યો છે, જેમાં તેનો રમુજી ચહેરો બધાને હસાવી રહ્યો છે.

જણાવીએ કે, શાહિદે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં અભિનેતાએ ફેસ ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેનો ચહેરો વિચિત્ર દેખાય રહ્યો છે, તેના ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતાં શાહિદ કપૂરે લખ્યું કે, “આ દિવસોમાં હું માસ્ક વિના મારા ઘરની પાછળ ફરી રહ્યો છું” વીડિયોને વધુ મનોરંજક બનાવવા માટે, શાહિદ તેમાં વિવિધ પ્રકારના ચહેરાઓ બનાવતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ‘ડાન્સ દિવાને 3’ ના જજ ધર્મેશ યેલાંડે કોરોના સંક્રમિત, 18 ક્રૂ મેમ્બર્સ પણ આવ્યા પોઝિટીવ

Instagram will load in the frontend.

શાહિદના આ વીડિયો પર ચાહકો મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. કોઈએ મિસ્ટર બીન કહ્યું, તો કોઈકે કહ્યું છે કે તે સ્ક્રીન પર અને વાસ્તવિક જીવનમાં પણ તેના ચાહકોનું ઘણું મનોરંજન કરે છે. એક ચાહકે લખ્યું- વાહ, તમે મારો દિવસ બનાવી દીધો. તો અન્ય એકે કહ્યું- જ્યારે તમે હસતા હો ત્યારે તમે વિરાટ કોહલી લાગી રહ્યા છો.

આ પણ વાંચો :આકાશમાં ઉડતા ઉડતા દરિયામાં પડી નિયા શર્મા, જુઓ ફની વીડિયો

આ પહેલીવાર નથી જ્યારે શાહિદે આ પ્રકારનો રમૂજી વીડિયો શેર કર્યો હોય, આ પહેલાં પણ તેણે ઘણા રમૂજી વીડિયો શેર કર્યા છે. અભિનેતાને તેના વીડિયો પર ઘણાં પ્રતિસાદ પણ મળ્યો.

Instagram will load in the frontend.

જો વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહિદ કપૂર છેલ્લે ફિલ્મ ‘કબીર સિંહ’ માં દેખાયો હતો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. હવે શાહિદ ફિલ્મ જર્સીમાં જોવા મળશે. આ તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો :નીતુ કપૂરે નવી પુત્રવધૂને આપ્યો મીઠો આવકારો, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર

આ પણ વાંચો : શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos