Not Set/ શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનનો ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ માં જોવા મળ્યો દમદાર અભિનય

આપણા ત્યા એક કહેવત છે કે મોરનાં ઈંડાને ચિતરવા ન પડે. કઇક આવુ જ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનને જોઇ સમજી શકાય છે. તેની પહેલી ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ આજે રિલીઝ થઈ ગઈ છે. સુહાનાએ આ શોર્ટ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. સુહાનાની એક્ટિંગ જોઈને તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેની ખૂબ […]

Entertainment
Suhana Khan શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનનો ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ માં જોવા મળ્યો દમદાર અભિનય

આપણા ત્યા એક કહેવત છે કે મોરનાં ઈંડાને ચિતરવા ન પડે. કઇક આવુ જ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનને જોઇ સમજી શકાય છે. તેની પહેલી ફિલ્મ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ’ આજે રિલીઝ થઈ ગઈ છે. સુહાનાએ આ શોર્ટ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. સુહાનાની એક્ટિંગ જોઈને તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વળી આ ફિલ્મ સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવી હતી. સુહાના ફેન ક્લબનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર સુહાનાની અભિનયની એક ઝલક શેર કરવામાં આવી છે, જ્યાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો જોઇને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સુહાનાની ટૂંકી ફિલ્મની શરૂઆત ટૂંકી યાત્રાથી શરૂ થાય છે. આ ફિલ્મમાં સુહાના ‘સેન્ડી’ તરીકેની ભૂમિકા ભજવી રહી છે, જે તેના બોયફ્રેન્ડ (રોબિન ગોંનેલા) ને તેના માતા-પિતા સાથે પરિચય કરાવવા માટે ઉત્સુક છે. ફિલ્મની શરૂઆતમાં સુહાના કારમાં બેસીને તેના બોયફ્રેન્ડની રાહ જોઇ રહી છે. તે પછી, આ બંને યુગલો એક હોટલમાં રોકાઈ જાય છે અને તેમના પાછલા દિવસોને યાદ કરે છે અને પોતપોતાની વસ્તુઓ એક બીજાની સામે રાખે છે. આ ટૂંકી ફિલ્મમાં બે પાત્રો દેખાયા, એક સુહાના ખાન અને બીજો હતો રોબિન ગોનેલા.

Instagram will load in the frontend.

ફિલ્મમાં સુહાનાનો અભિનય અને તેની સુંદરતાનાં તેના ફેન્સે ખૂબ વખાણ કર્યા છે. ફિલ્મમાં સુહાનાનાં સંવાદો ઓછા હોઈ શકે છે, પરંતુ તેના ચહેરાનાં અભિવ્યક્તિઓ જોવા જેવા છે. વળી ફિલ્મનાં કેટલાક દ્રશ્યોમાં, સુહાના તેની આંખોથી આંખો વ્યક્ત કરતી જોવા મળે છે. ફિલ્મનાં સીનમાં સુહાના ખાનની આંખોમાં જોવા મળેલી નિર્દોષતા, તેમજ તેણે જે રીતે પાત્ર ભજવ્યું છે તે વખાણવા લાયક છે. સુહાનાની આ ફિલ્મ જોયા બાદ લોકો કહે છે કે સુહાના આગામી સમયમાં તેના પિતા શાહરૂખ ખાનને પણ માત આપી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.