Jammu/ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને અક્ષય કુમાર -કાર્તિક આર્યન સહિત આ હસ્તિઓ પાઠવી શ્રદ્ધાંજલિ

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર, અનુપમ ખેર અને સુનિલ શેટ્ટી સહિત અનેક હસ્તીઓએ રવિવારે પુલવામાના શહીદોને યાદ કર્યા છે. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો.

Entertainment
a 157 પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને અક્ષય કુમાર -કાર્તિક આર્યન સહિત આ હસ્તિઓ પાઠવી શ્રદ્ધાંજલિ

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર, અનુપમ ખેર અને સુનિલ શેટ્ટી સહિત અનેક હસ્તીઓએ રવિવારે પુલવામાના શહીદોને યાદ કર્યા છે. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા.

અક્ષય કુમારે શહીદોની તસવીર શેર કરતા લખ્યું કે – “પુલવામા અટેકમાં શહીદ થયેલા આપણા જવાનોને યાદ કરી રહ્યો છું. અમે તમારા સર્વોચ્ચ બલિદાન માટે ઋણી રહીશું.”

કાર્તિક આર્યને લખ્યું કે, “”#PulwamaAttack ના શહીદોને નમન, બે વર્ષ પહેલા  40 સૈનિકોએ પુલવામા એટેકમાં દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. બહાદુર સૈનિકો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું. અમે હંમેશા તમારા ઋણી રહીશું.”

રિતેશ દેશમુખે લખ્યું કે, “અમને સુરક્ષિત રાખવા પુલવામામાં પોતાનો જીવ ગુમાવનારા અમારા બહાદુર સૈનિકોના સન્માનમાં હું માથું ઝૂકીશ. અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ, આપણે આપણા સશસ્ત્ર દળો સાથે એકતામાં ઉભા છીએ. જય હિન્દ.”

અનુપમ ખેરે ટ્વિટ કર્યું હતું કે, “પુલવામાના શહીદોને મારી નિષ્ઠાવાન શ્રદ્ધાંજલિ !!!”

સુનિલ શેટ્ટીએ ટ્વિટ કર્યું, ” Rest In Power Bravehearts of Pulwama!”

પુલવામામાં ઘટનામાં ત્યારે ઘટી હતી, જ્યારે સીઆરપીએફના જવાન 78 વાહનોમાં જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન, સીઆરપીએફની બસ વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે ટકરાઈ હતી.  જે બાદ વિસ્ફોટ થયો હતો અને આપણે આપણા 40 જવાનો ગુમાવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ