સેલ્ફી/ શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની જિમ સેલ્ફી વાયરલ

સેલ્ફી વાયરલ થઇ રહી છે. સુહાનાખાનની

Entertainment
sahrukh શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની જિમ સેલ્ફી વાયરલ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તેની શાનદાર ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે. ઉપરાંત તે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી હોય છે. સુહાના ખાને  તેની નવી મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ આપતી સેલફી પોસ્ટ કરી છે આ સેલ્ફી લોકોને પસંદ આવી રહી છે અને ખુબ વાયરલ થઇ રહી છે.  આ સેલ્ફીમાં સુહાના જીમમાં પોતાના એબ્સ અને ટોન બોડી ફલોન્ટ  કરતી જોવા મળે છે.

સુહાના ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી પોતાની નવી સેલ્ફી શેર કરી છે, જેમાં તે અરીસાની સામે પોઝ આપી રહી છે. ફોટામાં, તેની આસપાસ વિવિધ વજનના ઘણા ડમ્બેલ્સ જોવા મળી રહ્યા છે. 21 વર્ષની સુહાના જીમમાં એકલી જોવા મળી હતી. ફોટો જોઇને લાગે છે કે તે જીમ કરતી હતી અને મોકો મળતાં જ તેણે પોતાની સેલ્ફી ક્લિક કરી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

લુક વિશે વાત કરીએ તો ફોટામાં સુહાના હેર પોનીટેલ પહેરીને ગ્રે કલરના ક્રોપ ટોપ અને લાઇટ બ્રાઉન કલરના ટ્રેક પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. સુહાના ખાને આ સેલ્ફી ફ્લેક્સવાળા બાયસેપ ઇમોજી સાથે શેર કરી છે. ફોટોમાં તેનો કર્વી ફિગર જોવા મળી રહ્યો છે.સુહાના ખાનનું નામ પણ સ્ટાર કિડ્સની યાદીમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર સુહાના ક્યારેક તેના ફોટા મિત્રો સાથે અને ક્યારેક ફેમિલી સાથે તેના ફોટા શેર કરે છે.  તેની નવી સેલ્ફી ચર્ચામાં છે, જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.