Food Recipe/ દિવાળી પર બનાવવા છે શક્કરપારા? આ રીતે નહિં બનાવો તો થઈ જશે નરમ…લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવાની ટ્રિક!

ઘણી વાર શક્કરપારા (Shakkarpara Recipe) બનાવ્યા બાદ થોડા જ સમયમાં નરમ થઈ જાય છે, એમની ક્રિસ્પીનેસ ખતમ થઈ જાય છે. આ સંજોગોમાં જો તમે દિવાળી…

Trending festival Food Lifestyle
Shakkarpara Recipe....બહારથી Crisp ધરાવતી... દિવાળી 2026માં બનાવો શક્કરપારાની Amazing રેસિપી...!

Food Recipe: દિવાળી (Diwali 2026) પર તહેવારોમાં તમામ ઘરોમાં કંઇક ને કંઇક પકવાન અને મીઠાઈઓ તો બનતી જ હોય છે. આ પૈકી એક છે શક્કરપારા (Shakkarpara Recipe)…ચાહે બાળકો હોય કે વડીલો…બધા જ એને ઘણા જ પ્રેમપૂર્વક આરોગે છે. ચાની સાથે તો આ ક્રિસ્પી અને મીઠા શક્કરપારા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે! જો કે, ઘણી વાર શક્કરપારા બનાવ્યા બાદ થોડા જ સમયમાં નરમ થઈ જાય છે અને એમની ક્રિસ્પીનેસ ખતમ થઈ જાય છે. આ સંજોગોમાં જો તમે દિવાળીના દિવસો દરમિયાન પરફેક્ટ ખસ્તા અને લાંબો સમય કુરકુરા રહે એવા શક્કરપારા (Crispy Shakkarpara)નો નાસ્તો  બનાવવા ઈચ્છતા હો તો એને બનાવવાની સરળ રેસિપી અને કેટલીક ખાસ ટિપ્સ જોઇશું…

શી રીતે બનાવશો ક્રિસ્પી શક્કરપારા? (Crispy Shakkarpara Recipe)

શક્કરપારા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Shakkarpara Ingredients
Shakkarpara Ingredients

સામગ્રી

2 કપ મેંદો

1 કપ દળેલી ખાંડ

1/3 કપ ઘી

1/4 કપ દૂધ

1 નાની ચમચી ઈલાયચી પાવડર

તળવા માટે તેલ

Crispy Shakkarpara Recipe
Crispy Shakkarpara Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા વાસણમાં 2 કપ મેંદો (Maida) લેવો અને એમાં 1 કપ દળેલી ખાંડ અને 1 નાની ચમચી ઈલાયચી પાવડર ઉમેરવો.

2. આ તમામ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવી. તમે ઈચ્છો તો એક ચપટી મીઠું પણ ઉમેરી શકો છો.

3. હવે 1/3 કપ ઘી ગરમ કરવું અને આ મિશ્રણમાં ઉમેરીને સાચવીને મિક્સ કરી લેવું. ઘી ગરમ હશે તેથી મિક્સ કરતા ધ્યાન રાખવું. ગરમ ઘી (Hot Ghee) ઉમેરવાથી શક્કરપારા ખસ્તા અને કુરકુરા બનશે.

4. જ્યારે આ ઘી મિશ્રણમાં સારી રીતે ભળી જાય પછી એમાં દૂધ ઉમેરવું અને લોટને સારી રીતે બાંધી લેવો. જરુર પડ્યે પાણી ઉમેરવું.

5. લોટ બાંધ્યા પછી અડધા કલાક માટે લોટને ઢાંકી દેવો જેથી એ સારી રીતે સેટ થઇ જાય.

6. સેટ થયેલા લોટને ફરીથી કેળવી લેવો અને એના મોટા લુવા કરીને પરોઠાની જેમ વણી લો. થોડું જાડું રાખવું.

7. ચપ્પુની મદદથી એને સ્વેર કે ડાયમંડ શૅપમાં કાપવું અને આ રીતે તમામ શક્કરપારા બનાવી લેવા.

8. એક તરફ તેલ ગરમ કરવા મૂકી દેવું અને તૈયાર કાપેલા શક્કરપારાને મધ્યમ તાપે તળી લેવા. જ્યારે શક્કરપારા હળવા બ્રાઉન ગુલાબી થઈ જાય ત્યારે એમને કડાઈમાંથી બહાર કાઢી લેવા.

તો તૈયાર છે તમારા સ્વાદથી સભર શક્કરપારા (Shakkarpara Recipe)…એનો મધુર સ્વાદ તમને ગજબ ભાવશે અને મહેમાનો પણ ખુશ થઈ જશે! આ શક્કરપારા ઠંડા થાય પછી એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવા. આને તમે 15-20 દિવસો સુધી ખાઈ શકો છો.


આ પણ વાંચો: દિવાળી પર મહેમાનોને સર્વ કરો કરારા નમકપારા…સ્વાદ એવો કે મીઠાઈ છોડીને વારંવાર ખાશો આ સ્નેક્સ..!

આ પણ વાંચો: દિવાળીએ અચાનક મહેમાન આવી ચડે તો ઝટપટ બનાવો ક્રિસ્પી કોર્ન….લાજવાબ સ્વાદ..!

આ પણ વાંચો:  એવો નાસ્તો જે મહિના સુધી ખરાબ નથી થતો..! એક વાર બનાવીને સ્ટોર કરી લો…સરળ રેસિપી…