Not Set/ શામળાજી ચેકપોસ્ટ : પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવાનો અખતરો નિષ્ફળ, આવકમાં ત્રણગણો ઘટાડો

રાજ્ય સરકારે બે વર્ષ પૂર્વે જ શામળાજી ચેક પોસ્ટ ખાતે રૂ. ૪.૭૨ કરોડના ખર્ચે ઓટોમેટિક વિહિકલ મોનેટરિંગ સિસ્ટમ ઊભી કરી છે. એટ્લે કે  શામળાજી ચેકપોસ્ટને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. સૂત્રોએ દાવો કર્યો હતો કે, નવી ઓેનલાઇન સિસ્ટમ લાગુ થતા આવકમાં મોટો વધારો થશે, સાથોસાથ, ચેકપોસ્ટ ખાતે જે લાંબી લાઇનો લાગે […]

Top Stories Gujarat Others
rto શામળાજી ચેકપોસ્ટ : પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવાનો અખતરો નિષ્ફળ, આવકમાં ત્રણગણો ઘટાડો

રાજ્ય સરકારે બે વર્ષ પૂર્વે જ શામળાજી ચેક પોસ્ટ ખાતે રૂ. ૪.૭૨ કરોડના ખર્ચે ઓટોમેટિક વિહિકલ મોનેટરિંગ સિસ્ટમ ઊભી કરી છે. એટ્લે કે  શામળાજી ચેકપોસ્ટને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. સૂત્રોએ દાવો કર્યો હતો કે, નવી ઓેનલાઇન સિસ્ટમ લાગુ થતા આવકમાં મોટો વધારો થશે, સાથોસાથ, ચેકપોસ્ટ ખાતે જે લાંબી લાઇનો લાગે છે અને ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે, તે હાડમારીનો અંત આવશે, તદુપરાંત પારદર્શિતાના કારણે ભ્રષ્ટાચાર પણ ખતમ થઈ જશે….

પરંતુ…..

આ ડિજિટલ ચેકપોસ્ટનો અખતરો સદંતર નિષ્ફળ નિવડ્યો છે. શામળાજી ચેકપોસ્ટ ની આવકમાં ત્રણગણો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2018માં ચેકપોસ્ટની આવક 54 કરોડ હતી. જ્યારે વર્ષ 2019માં 38 કરોડ આવક થઈ છે.. ભ્રષ્ટાચાર અટકાવવા બનાવેલી ડિજિટલ ચેકપોસ્ટના મોડેલનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે.  ભ્રષ્ટાચાર રોકવા ડિજિટલ ચેકપોસ્ટ બનાવી છતાંય આવકમાં તો ઘટાડો જ નોંધાયો છે. આમ, દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવાનો અખતરો સદંતર નિષ્ફળ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.