Not Set/ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા વધુ એક વખત ભાજપમાં જાેડાય તેવી સંભાવના

કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા વધુ એક વખત ભાજપમાં જાેડાય તેવી સંભાવના છે. અગાઉ રાજ્યસભા ચૂંટણી વખતે ભાજપમાં જાેડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલા બાદમાં નિષ્ક્રિય બની ગયા હતા. હવે ફરીથી તેઓ સક્રિય રાજકારણમાં જાેડાય તેવી સંભાવના છે. સૂત્રોના મતે મહેન્દ્રસિંહ વાઘેલા 26 માર્ચના રોજ બનાસકાંઠા ખાતે યોજાનારા ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની […]

Gujarat Politics
mahendrasinh vaghela શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા વધુ એક વખત ભાજપમાં જાેડાય તેવી સંભાવના
કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા વધુ એક વખત ભાજપમાં જાેડાય તેવી સંભાવના છે. અગાઉ રાજ્યસભા ચૂંટણી વખતે ભાજપમાં જાેડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલા બાદમાં નિષ્ક્રિય બની ગયા હતા. હવે ફરીથી તેઓ સક્રિય રાજકારણમાં જાેડાય તેવી સંભાવના છે. સૂત્રોના મતે મહેન્દ્રસિંહ વાઘેલા 26 માર્ચના રોજ બનાસકાંઠા ખાતે યોજાનારા ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપમા ંજાેડાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
ગત અષાઢી બીજનાં દિવસે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયાં હતાં. આ પહેલાં તેઓ કોંગ્રેસનાં ધારાસભ્ય હતાં અને રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓએ કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. બાયડનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને રામ રામ કરી દીધાં હતાં. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે.
સુત્રો ધ્વારા જાણવા મળ્યું છે કે, આવનાર લોકસભાની ચૂંટણીમાં મહેન્દ્રસિંહને ભાજપ ટીકીટ આપી શકે છે.