sharad purnima/ શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની…

ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.

Top Stories Dharma & Bhakti Navratri 2022
sharad punam 2 શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની...

શરદ પૂનમ આ દિવસ વિષે ગુજરાતના કવિઓએ પેટ ભરીને સાહિત્યની રચના કરી છે. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે.  આ દિવસે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.

એટલે જ કવી લખે છે..

શરદ પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…’

‘શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વ્હેલો આવજે’

જાણો શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્વ.. ખીર દૂધ પૌઆ ખાવાનું ભૂલતા નહિ... - જલ્સા કરોને જેંતીલાલ

પ્રાચીનકાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.

જાણો ક્યારે છે શરદ પૂનમ અને શા માટે આ દિવસે ખીરનું ખુબજ મહત્વ હોય છે? - Suvichar Dhara

એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.

શરદ પૂનમને કાજુરી પુનમ પણ કહેવામાં આવે છે. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ,  ધનસંપત્તિ, નાનૂ સૂંપડુ, અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.

welcome: શરદ પૂનમ

આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે.