T20 World Cup/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશનનો Couple ડાન્સ કરતો Video Viral

ન્યૂઝીલેન્ડની ટીમ સાથેની મેચ પહેલા માનવામાં આવી રહ્યું છે કે શાર્દુલ ઠાકુરને ટીમમાં તક મળી શકે છે. વળી, મેચ પહેલા શાર્દુલ ઠાકુરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Sports
શાર્દુલ અને ઈશાનનો કપલ ડાન્સ

T20 વર્લ્ડકપ 2021માં ટીમ ઈન્ડિયા આજે એક મહત્વપૂર્ણ મેચમાં ન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે. ફટાફટ ક્રિકેટનાં વર્લ્ડકપમાં આજ સુધી ભારત ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી શક્યું નથી. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખે છે તો કોહલી એન્ડ કંપનીએ આજની મેચ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું,બટલરની 71 રનની સ્ફોટક ઇનિંગ્સ

ન્યૂઝીલેન્ડની ટીમ સાથેની મેચ પહેલા માનવામાં આવી રહ્યું છે કે શાર્દુલ ઠાકુરને ટીમમાં તક મળી શકે છે. વળી, મેચ પહેલા શાર્દુલ ઠાકુરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનાં સ્ટાર સ્પિનર ​​અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશન કપલ ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાર્દુલ અને ઈશાનનાં ડાન્સ માટે કેપ્ટન વિરાટ કોહલી મોબાઈલથી મ્યુઝિક વગાડી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ ક્રિકેટ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. આપને જણાવી દઈએ કે, પ્રીતિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કોહલી અને અનુષ્કાની તસવીર સાથે દીકરી વામિકાની તસવીર પણ શેર કરી છે. વીડિયો અને તસવીર શેર કરતાં પ્રીતિએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘આપને અમારી તરફથી હેપી હેલોવીન’.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – નિવૃત્તિ / અફઘાનિસ્તાનના સૈાથી સફળ પૂર્વ કેપ્ટન અસગરે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી,છેલ્લી મેચ નામીબિયા સામે રમશે

વળી, અનુષ્કા શર્માએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો શેર કરી છે. આમાં વિરાટ અને તેની પુત્રી વામિકા એક પરીનાં ડ્રેસમાં જોવા મળે છે. આમાં વામિકા અન્ય ક્રિકેટરોનાં બાળકો સાથે જોવા મળી રહી છે. અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ક્રિકેટર ઈશાન કિશન હાર્દિક પંડ્યા અને અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનાં પુત્ર અગસ્ત્યને પકડી રાખેલી જોવા મળે છે. આ તમામ તસવીરોમાં વામિકાનો ચહેરો કેમેરાથી છુપાયેલો હતો. આપને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ તેમની દીકરીને લાઈમલાઈટથી ત્યા સુધી દૂર રાખશે જ્યારે વામિકા પોતે બધું સમજી શકે નહી.