'Diwali Parva'/ દિવાળી પર્વની શુભકામના આપતા સંદેશ લોકો સાથે શેર કરો

ભગવાન શ્રી રામના વનવાસ બાદ અયોધ્યા આગમન નિમિત્તે દિવાળી તહેવાર મનાવવામાં આવે છે.

Dharma & Bhakti
YouTube Thumbnail 85 દિવાળી પર્વની શુભકામના આપતા સંદેશ લોકો સાથે શેર કરો

દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. હિંદુ પરંપરા મુજબ આ દિવસે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવાનું માહાત્મય છે. આર્થિક સમૃદ્ધિ વધારવા અને સુખ શાંતિ મેળવવા આજના દિવસે દિપદાન કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના વનવાસ બાદ અયોધ્યા આગમન નિમિત્તે દિવાળી તહેવાર મનાવવામાં આવે છે. આજના દિવાળી તહેવાર પર લોકોને આપો આ શુભકામના. 

diwali2 1604679646 દિવાળી પર્વની શુભકામના આપતા સંદેશ લોકો સાથે શેર કરો
”ભગવાન શ્રી રામના અયોધ્યા પુનઃ આગમનના
વધામણાના પાવન પર્વ નિમિત્તે
દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે
તથા આપનું જીવન સુખમય બને અને આનંદમય બની રહે એ કામના”

”તહેવાર આવે અને ખુશી લાવે પરંતુ
આપણી ખુશી બીજા માટે દુઃખ ના બને
એનું પૂરે પુરું ધ્યાન રાખીયે ખુશી વંહેચશો
એટલી બે ગણી થઈ પાછી આવશે”

”પ્રેમનો દિવો પ્રગટાવીએ,
દુઃખની સાંકળ ફોડીએ,
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ
સુખની કોઠી સળગાવીએ,
તમને અને તમારા પરીવારને દિપાવલીની શુભેચ્છા”

images દિવાળી પર્વની શુભકામના આપતા સંદેશ લોકો સાથે શેર કરો

”દિવાળીના દિવામાં છે
આનંદનો સાક્ષાત્કાર
વડીલોના આધાર
અને બધાનો પ્યાર
સૌને દિવાળીની શુભકામના”

”છમ છમ પગલે લક્ષ્મી આવે
દ્વાર ખુલ્લા રાખજો
દિવાળીનો દિવસ છે ખુશીના દીપ પ્રગટાવજો”

images 1 દિવાળી પર્વની શુભકામના આપતા સંદેશ લોકો સાથે શેર કરો

”દિવાળી એટલે હૃદયમાં રહેલા પ્રેમ,
લાગણી, સંતોષ, આનદ-ઉત્સાહના
દિવાઓમાં ફરીથી તેલ પૂરવાનો અવસર
આપના જીવનમાં આ બધા દિવાઓની
અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા”

”સુખ સમૃદ્ધિ તમને મળે આ દિવાળી પર
દુઃખથી મુક્તિ મળે આ દિવાળી પર
માતા લક્ષ્મીના આર્શીવાદથી તમામ ખુશીઓ મળે”

”દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના”

”તમારું સ્વાસ્થ્ય સારું રહે, રોગો દૂર રહે,
તમારું જીવન સુખમય બની રહે,
તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય, 
તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”