Not Set/ Share Market : Exit Pollનાં સંકેત બાદ શેર બજારમાં નોંધાઇ તેજી, સેંસેક્સ 962 અંક પાર

દેશમાં લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે અને 23 મે નાં રોજ કોની બનશે સરકાર અને કોને મળશે કેટલી બેઠક તે સ્પષ્ટ થઇ જશે. તાજેતરમાં Exit Pollનાં સંકેત સામે આવ્યા બાદ શેર બજારમાં તેજી દેખાઇ રહી છે. Exit Poll માં NDA ને સ્પષ્ટ બહુમતી મળી શકે તેવા અણસાર દેખાતા શેર બજારમાં જબરદસ્ત ઉછાળ જોવા […]

Top Stories Business
sensex 759 Share Market : Exit Pollનાં સંકેત બાદ શેર બજારમાં નોંધાઇ તેજી, સેંસેક્સ 962 અંક પાર

દેશમાં લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે અને 23 મે નાં રોજ કોની બનશે સરકાર અને કોને મળશે કેટલી બેઠક તે સ્પષ્ટ થઇ જશે. તાજેતરમાં Exit Pollનાં સંકેત સામે આવ્યા બાદ શેર બજારમાં તેજી દેખાઇ રહી છે. Exit Poll માં NDA ને સ્પષ્ટ બહુમતી મળી શકે તેવા અણસાર દેખાતા શેર બજારમાં જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે, Exit Pollની એક મોટી અસર જોવા મળી જેમા 60 સેકન્ડમાં જ રોકાણકારોની ઝોળીમાં રૂપિયા 3.2 લાખ કરોડ ઉમેરાયા.

share market india market summary as on 21 march 2014 Share Market : Exit Pollનાં સંકેત બાદ શેર બજારમાં નોંધાઇ તેજી, સેંસેક્સ 962 અંક પાર

Exit Poll માં શાશક પક્ષ અને એનડીએ ગઢબંધનનાં અનુમાનની અસર સોમવારની સવારે શેર બજારમાં પણ જોવા મળી હતી. સોમવારે 962 અંકોનાં વધારા સાથે સેંસેક્સ 38,892.89 પર ખુલ્યુ હતુ. નિફ્ટી 50માં 200 અંકોનો વધારો જોવા મળ્યો અને તેની શરૂઆત 11,650 અંકો પર થઇ. શરૂઆતી વેપારમાં રૂપિયો 79 પૈસાનાં વધારા સાથે ખુલ્યો. જે 69.44 પ્રતિ ડોલર પર પહોચી ગયો છે. શરૂઆતમાં શેર બજારમાં જોવા મળેલી તેજીનું કારણ Exit Pollમાં જોવા મળી રહેલ સંકેત છે. જો કે અસલ પરીણામ માટે દેશની જનતાને 23 તારીખની રાહ જોવી પડશે.

san Share Market : Exit Pollનાં સંકેત બાદ શેર બજારમાં નોંધાઇ તેજી, સેંસેક્સ 962 અંક પાર

રવિવારે બતાવવામાં આવેલ મોટાભાગનાં Exit Poll મુજબ દેશમાં એક વાર ફરી ભાજપ સરકાર બનાવી શકે છે. Exit Poll એક અઅણસાર બતાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી સત્તામાં એકવાર ફરી પાછા ફરી શકે છે. જો કે કોંગ્રેસ પણ પહેલા કરતા સારુ પ્રદર્શન કરી વદુ બેઠકો મેળવી શકે તેવી સંભાવનાઓ છે. લગભગ દરેક ટીવી ચેનલો અને એજન્સીઓનાં Exit Pollમાં ભાજપને બહુમત મળતો દેખાડવામાં આવી રહ્યો છે. જો કે તે વાત પણ સાંચી છે કે Exit Poll હંમેશા સાચા સાબિત થયા નથી.