Not Set/ શર્જિલ ઇમામની ધરપકડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો, જાણો શું રોલ છે ગર્લફ્રેન્ડનો !!

રાજદ્રોહના આરોપી અને જેએનયુના વિદ્યાર્થી શર્જિલ ઇમામને બિહાર પોલીસે 28 જાન્યુઆરીએ જહાનાબાદ જિલ્લાના કાકો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી અને બુધવારે સવારે પટણા જેલમાં રાખ્યા બાદ ધરપકડ કરી હતી. બાદમાં તેને દિલ્હી લવાયો હતો. શર્જિલની ધરપકડ મામલે ચોંકાવનારી વાત હવે પ્રકાશમાં આવી રહી છે. તેની ધરપકડ કરાવવામાં તેની પ્રેમિકાની મુખ્ય ભૂમિકા છે. ગર્લફ્રેન્ડને કારણે શારજીલની ધરપકડ […]

Top Stories India
sarjil1 શર્જિલ ઇમામની ધરપકડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો, જાણો શું રોલ છે ગર્લફ્રેન્ડનો !!

રાજદ્રોહના આરોપી અને જેએનયુના વિદ્યાર્થી શર્જિલ ઇમામને બિહાર પોલીસે 28 જાન્યુઆરીએ જહાનાબાદ જિલ્લાના કાકો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી અને બુધવારે સવારે પટણા જેલમાં રાખ્યા બાદ ધરપકડ કરી હતી. બાદમાં તેને દિલ્હી લવાયો હતો. શર્જિલની ધરપકડ મામલે ચોંકાવનારી વાત હવે પ્રકાશમાં આવી રહી છે. તેની ધરપકડ કરાવવામાં તેની પ્રેમિકાની મુખ્ય ભૂમિકા છે.

ગર્લફ્રેન્ડને કારણે શારજીલની ધરપકડ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શર્જિલ ઇમામની ગર્લફ્રેન્ડ ઉપર દબાણ લાવીને તેની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી હતી.આ પહેલા, શર્જિલની શોધમાં દેશના ચાર ભાગોમાં સતત ચાર દિવસ સુધી દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ તેનું સ્થાન બિહારમાં મળી આવ્યું હતું. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શર્જિલની ધરપકડના દિવસે દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને બિહાર પોલીસે શર્જિલના ભાઈની સવારે 4 વાગ્યે અટકાયત કરી હતી. ભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને શર્જિલનો મિત્ર ઇમરાન મળી ગયો હતો. જ્યારે ઇમરાનને અટકાયતમાં લઇને પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે શર્જિલની પ્રેમિકાને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસે દબાણ બનાવ્યું હતું. શર્જિલની ગર્લફ્રેન્ડ પર દબાણ કરવામાં આવતા તેણે શર્જિલને મલિક ટોલાના ઇમામબરામાં મળવા બોલાવ્યો હતો,  શર્જિલ તેની પ્રેમિકાને ઈમામબારામાં મળવા જતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.