અવસાન/ ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના જજ અનુપમ મિત્તલના પિતાનું નિધન

અનુપમ મિત્તલના પિતાનું નિધન થયું: ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના અનુપમ મિત્તલે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે તેના પિતાનું અવસાન થયું છે. બિઝનેસમેનની પત્ની આંચલ કુમારે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે.

Trending Entertainment
અનુપમ મિત્તલ

બિઝનેસમેન અનુપમ મિત્તલ ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના સૌથી લોકપ્રિય શાર્ક પૈકીના એક છે અને હવે શોની લોકપ્રિયતાને કારણે જાણીતા છે. બિઝનેસમેન અનુપમ મિત્તલ લોકપ્રિય પ્લેટફોર્મ Shaadi.com ના સ્થાપક છે. આ સિવાય અનુપમ મિત્તલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. તાજેતરમાં, ઉદ્યોગપતિએ સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને શુભેચ્છકો માટે એક દુઃખદ સમાચાર શેર કર્યા છે કે તેના પિતાનું અવસાન થયું છે.

અનુપમ મિત્તલના પિતા ગોપાલ કૃષ્ણ મિત્તલનું નિધન થયું હતું. સોમવારે, અનુપમ મિત્તલની પત્ની આંચલ કુમારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક થ્રોબેક તસવીર પોસ્ટ કરી હતી જેમાં આખો પરિવાર એકસાથે પોઝ આપી રહ્યો છે.  આ ફોટો કોઈ પારિવારિક પ્રસંગમાં ક્લિક કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનુપમે ફોટો ફરીથી પોસ્ટ કર્યો અને તેને કેપ્શન આપ્યું, “શાઈન ઓન અસ ડેડી.” અનુપમે હંમેશા કહ્યું છે કે તે એક ફેમિલીમેન છે અને તેના પિતાની ખૂબ નજીક છે.

શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’માં અનુપમ પોતાના પિતાને યાદ કરતા હતા. એકવાર તેમને શોમાં શેર કર્યું કે મારા પિતા હેન્ડલૂમના વ્યવસાયમાં હતા અને હું તેમને મદદ કરવા અને તેમને જોવા માટે તેમની આંગળી પકડી રાખતો હતો. તે જ સમયે મારા મગજમાં બિઝનેસ કરવાનો વિચાર આવ્યો. ગયા વર્ષે ફાધર્સ ડે પર અનુપમે કેક કાપતાની તસવીર અપલોડ કરી હતી.

આ પણ વાંચો : હેલ્થ અપડેટ/‘માતા કે બાળકને બચાવીએ…’, ડિલિવરી પહેલા નેહા મર્દાની હાલત હતી ગંભીર

આ પણ વાંચો : Bollywood/જો રણબીર-દીપિકાની ફિલ્મમાંથી આ સીન્સ હટાવવામાં ન આવ્યા હોત તો સ્ટોરી અલગ હોત

આ પણ વાંચો :Bollywoood Actor/વીર સાવરકર બનવા માટે રણદીપ હુડ્ડાએ ઉતાર્યું 26 કિલો વજન, દિવસભર ખાતા હતા બસ આ એક જ વસ્તુ

આ પણ વાંચો: ” દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવા માટે લીધો…”: ભાજપ સરકારના 9 વર્ષ પર પીએમ મોદીનું ટ્વિટ

આ પણ વાંચો:દિલ્હીની ટીનેજરની ક્રૂર હત્યા કરનારા બોયફ્રેન્ડને કોઈ પસ્તાવો નથી

આ પણ વાંચો:સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરાઈ માગ

આ પણ વાંચો:ગુજરાતમાં એક સાથે 47 PIની કરવામાં આવી બદલી,જુઓ લિસ્ટ