Not Set/ શશી થરૂર ‘મોદી હમેશા સાચું જ કરે છે.’  નિવેદનમાં ઝડપાયા, કોંગ્રેસે માંગી સ્પષ્ટતા

કેરળમાં તિરુવનંતપુરમ લોકસભા બેઠકના સાંસદ શશી થરૂર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાનું ભારે પડી રહયું છે. રાજ્યના કેરળ એકમના પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રએ તેમની પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો છે. કન્નુરમાં રામચંદ્રએ કહ્યું કે, અમે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરવા માટે થરૂરની પાસે ખુલાસો  માંગીએ છીએ. તેમના ખુલાસાના આધારે ભાવિ કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે. તાજેતરમાં, […]

Top Stories India

કેરળમાં તિરુવનંતપુરમ લોકસભા બેઠકના સાંસદ શશી થરૂર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાનું ભારે પડી રહયું છે. રાજ્યના કેરળ એકમના પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રએ તેમની પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો છે. કન્નુરમાં રામચંદ્રએ કહ્યું કે, અમે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરવા માટે થરૂરની પાસે ખુલાસો  માંગીએ છીએ. તેમના ખુલાસાના આધારે ભાવિ કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં, કેટલાક લોકોના ટ્વીટનો જવાબ આપતા થરૂરે કહ્યું હતું, ‘તમે જાણો છો કે, હું છ વર્ષથી વિનંતી કરું છું કે જ્યારે પણ મોદી કંઈક સારું કહે છે અથવા યોગ્ય કામ કરે છે, ત્યારે તેમની પ્રશંસા કરવી જોઇયે. આવું કહ્યા પછી જો આપણે તેમની ભૂલોની ટીકા કરીશું, ત્યારે આપણી વિશ્વસનીયતા વધશે. હું વિપક્ષમાં રહેલા લોકોનું સ્વાગત કરું છું, જે મારા વિચારોથી સહમત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.