Curious/ પ્રખ્યાત સિંગર શોન રાયડરનો દાવો, એલિયન્સ ઘણા મનુષ્યોને કરી રહ્યા છે મદદ

પ્રખ્યાત બ્રિટીશ સિંગર શોન રાયડરે એલિયન્સને લઈને એક સનસનીખેજ દાવો કર્યો છે અને કહ્યું છે કે, એલિયન્સ ઘણા વર્ષોથી માણસોની મદદ કરી રહ્યા છે.

Ajab Gajab News
shaun raydar પ્રખ્યાત સિંગર શોન રાયડરનો દાવો, એલિયન્સ ઘણા મનુષ્યોને કરી રહ્યા છે મદદ

પ્રખ્યાત બ્રિટીશ સિંગર શોન રાયડરે એલિયન્સને લઈને એક સનસનીખેજ દાવો કર્યો છે અને કહ્યું છે કે, એલિયન્સ ઘણા વર્ષોથી માણસોની મદદ કરી રહ્યા છે.  સરકાર પણ તેમના વિશે જાણે છે. એલિયન્સ આપણી સરકારને ટેકનિકલ પણ બધી જ મદદ અને સહાય કરે છે.

રાયડરે વધુમાં જણાવ્યું છે કે, સ્ટિફન હોકિંગ જેવા ચમત્કાર કરનારાં લોકો કહે છે કે, અલૌકિક લોકો સાથે મળવું ખૂબ જ ખતરનાક હોય છે. મને આવા નિવેદનો પર હસવું આવે છે. કારણકે મેં 15 વર્ષની ઉમરે જે અનુભવ કર્યો છે તેનાથી મારી જિંદગી બદલાઈ ગઈ છે.

રાયડરે ડેલી સ્ટાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે , હું બસ સ્ટોપ પરથી જઈ રહ્યો હતો અને ત્યારે જ તે સમયે રસ્તા પર એક સ્થાનિક સ્કૂલનો વિદ્યાર્થી હતો . અમે આકાશમાં જિંગ-જૈગિંગને થતાં જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. મને ખબર નહોતી કે અમે ઉપર કેમ જોયું? પરંતુ તે એક પ્રકાશનો બોલ હતો. હું કહી શકતો નથી કે તે કેટલો મોટો હતો પરંતુ તે જેગુઆર કાર જેટલો મોટો હતો તેટલું કહી શકું.

રાયડરે પોતે આ સવાલનો જવાબ મેળવવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે. કારણકે જયારે તેઓ UFO જુએ છે ત્યારે વાસ્તવમાં શું જોઈ રહ્યા હોય છે. તેમણે કહ્યું કે ઘણા વર્ષોના અભ્યાસ બાદ મે કઈક નિષ્કર્ષ નીકળ્યો છે.

રાયડરે કહ્યું છે કે,  એલિયન્સ માત્ર આજે નિયમિતપણે આપણી પાસે આવે છે એટલું જ નહિ પરંતુ ભૂતકાળમાં પણ આવતા રહ્યા છે. આ આનુવંશિક એન્જિનીયરીંગનો એક નમુનો હોઈ શકે છે.