Video/ શિખર ધવને પડ્યો જોરદાર થપ્પડ, ‘ગબ્બર’ની બોલતી થઈ બંધ, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમનો ‘ગબ્બર’ શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Sports
શિખર

ભારતીય ક્રિકેટ ટીમનો ‘ગબ્બર’ શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ શિખરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ શિખરને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બન્યા પિતા,હેઝલે પુત્રને આપ્યો જન્મ

શિખર ધવન દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતો. તેણે વનડે શ્રેણીમાં સારી બેટિંગ કરી હતી. શિખર ધવન મેદાનમાં જેટલો મજબૂત બેટ્સમેન છે તેટલો જ તેને વાસ્તવિક જીવનમાં પણ મસ્તી કરો જોવા મળે છે.

https://www.instagram.com/reel/CZJ6hevoRLb/?utm_source=ig_web_copy_link

શિખર ધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે જોઈને તમને નવાઈ લાગશે. આ વીડિયોમાં જે વ્યક્તિ ધવનને થપ્પડ મારી રહ્યો છે તે બીજું કોઈ નહીં પણ શિખરના પિતા છે. પિતા અને પુત્ર બંને એકસાથે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા છે. શિખરે આ વીડિયો પર કેપ્શન આપ્યું છે કે, ‘બાપ હંમેશા બાપ જ હોય ​​છે.

વીડિયોમાં શિખર ધવન ફિલ્મી અંદાજમાં જોવા મળી રહ્યો છે. ધવનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શિખર અને તેના પિતાની આ અનોખી શૈલી ચાહકોને પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ODI સિરીઝમાં શિખર ધવને ભારત માટે સૌથી વધુ 169 રન બનાવ્યા હતા. ધવનના બેટએ 3 મેચમાં 56થી વધુની એવરેજથી રન બનાવ્યા છે.

આ પણ વાંચો :જાડેજા, વોર્નર બાદ હવે વેસ્ટ ઈન્ડિઝનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કરી પુષ્પા ફિલ્મનાં હૂક સ્ટેપની કોપી

આ પણ વાંચો :ખતરનાક બાઉંસરથી આન્દ્રે ફ્લેચરને ગર્દનમાં થઇ ઈજા, હોસ્પિટલમાં દાખલ કરાયો, Video

આ પણ વાંચો :તો શું IPL 2022 ભારતમાં નહી યોજાય? BCCI જલ્દી જ લેશે નિર્ણય

આ પણ વાંચો :ICC T20 મહિલા રેન્કિંગનાં શીર્ષ સ્થાને ભારતની ઓપનર શેફાલી વર્માએ મેળવી જગ્યા