પોર્નોગ્રાફી કેસ/ શિલ્પાએ મીડિયા પર લગાવ્યો આરોપ, 31 જુલાઈએ રાજ કુંદ્રાના જામીન અંગે આવી શકે નિર્ણય

રાજ કુંદ્રા એડલ્ટ વીડિયો કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી છે. તે જ સમયે, રાજની પોર્નોગ્રાફીફિલ્મો બનાવવાના કેસમાં મુશ્કેલીઓ વધી..

Trending Entertainment
શિલ્પા શેટ્ટી મીડિયા આરોપ

રાજ કુંદ્રા એડલ્ટ વીડિયો કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી છે. તે જ સમયે, રાજ કુંદ્રા પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવાના આરોપમાં ખરાબ રીતે ફસાતો જઈ રહ્યો છે. દિવસે ને દિવસે તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દરમિયાન, હવે મુંબઈ ક્રાઈમ બ્રાંચ વતી પૂછપરછનો સામનો કર્યા બાદ, શિલ્પા શેટ્ટીએ તમામ દોષ મીડિયા પર મૂક્યો છે. હકીકતમાં, અભિનેત્રીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે, મીડિયા પર તેની છબીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :આ છે મીરાબાઈ ચાનૂનો પસંદગીદાર અભિનેતા, ટ્વીટર પર ચાનૂને આ રીતે પાઠવ્યા અભિનંદન

પોર્નોગ્રાફીક સાહિત્યના નિર્માણ અને વિતરણ પ્રકરણે પતિ રાજ કુંદ્રાની તપાસ અને તેની સંડોવણીની તપાસ સંબંધે પોતાની કથિત સંડોવણી અને પ્રતિક્રિયા સંબંધે અહેવાલ વહેતા થયા છે.  શિલ્પાએ મીડિયા હાઉસીસ પાસેથી બિનશરતી માફી તથા બદનક્ષી ભર્યા સાહિત્યને દૂર કરવાની અને રૃ. 25 કરોડનું વળતર આપવાની માગણી કરી છે. કોઈ પણ જાતની ચકાસણી વિના ગુનામાં પોતાની સંડોવણી અને તપાસમાં સહભાગના નિવેદન માત્રથી પોતાના ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.

a 514 શિલ્પાએ મીડિયા પર લગાવ્યો આરોપ, 31 જુલાઈએ રાજ કુંદ્રાના જામીન અંગે આવી શકે નિર્ણય

પોતાને ગુનગાર અને પતિને ગુનાહિત તપાસને લીધે પતિને ત્યજી દેનારી મહિલા તરીકે ચિતરવામાં આવી હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે.  અરજીમાં એવો પણ આરોપ કરાયો છે કે તેણે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજમાં ટાંકેલા મીડિયા હાઉટલેટ્સે ખોટા, હિન, અને બદનક્ષી ભર્યા નિવેદનો  પ્રકાશિત કર્યા છે અને શિલ્પાને બદનામી નથી કરી પણ તેની પ્રતિભા પણ ખરડાવી છે.

આ પણ વાંચો :શહનાઝ ગિલના આ હોટ અને બોલ્ડ ફોટા જોઈને તમે આશ્ચર્યચકિત રહી જશો

આ અરજીમાં શિલ્પાએ અત્યાર સુધીની સફરની માહિતી પણ આપી છે અને કહ્યું છે કે તેને અહીં સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી છે. આ અરજીમાં અભિનેત્રીની તરફથી કહેવામાં આવ્યું છે કે એક પ્રખ્યાત સેલિબ્રિટી, પ્રોડ્યુસર, ડાન્સર, ઓથર અને સક્સેસફુલ બિઝનેસવુમન છે. અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત પ્રોફેશનલ મોડલ સાથે કરી હતી અને ત્યારબાદ તેણે એકિટંગની દુનિયામાં પગ મૂકયો હતો. હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં ફેમસ શિલ્પાને શાનદાર પર્ફોમન્સ માટે અઢળક એવોર્ડસ મળ્યા. આ અરજીમાં તેના પુસ્તક (The Great Indian Diet: Busting the big FAT MYTH) અને (The Diary of a Domestic Diva)ની પણ ચર્ચા કરાઇ છે તેના ખૂબ વખાણ થયા છે.

આ અરજીમાં શિલ્પા શેટ્ટીના અત્યાર સુધીના કામનું લાંબુ લિસ્ટ આપ્યું છે. આ વાતોનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે મીડિયા અને સોશિયલ મીડિયા પર ચલાવામાં આવી રહેલા જુઠ્ઠા સમાચારોએ કેવી રીતે અને કેટલી હદ સુધી તેને નુકસાન પહોંચાડ્યું છે.

શિલ્પાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો :ફાઇનલમાં પણ જોવા નહીં મળે નેહા કક્કર, જાણો શું છે કારણ

હાલમાં જ ન્યૂઝ એજન્સી ANI દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, મુંબઇ પોલીસની ક્રાઇમ  બ્રાન્ચનું કહેવું છે કે, પોર્નો ગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીને હજુ સુધી ક્લિન ચિટ મળી નથી. તમામ સંભાવના અને એંગલની તપાસ ચાલુ છે. ફોરેન્સિક એડિટર નિયુક્ત કરવામાં આવ્યાં છે. અને તે આ કેસમાં તમામ ખાતાની લેણદેણની તપાસ કરી રહ્યાં છે.

રાજ કુંદ્રા પર આઈપીસીની કલમ 420, 292, 293 અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ કલમ 67, 67A અને મહિલા પ્રતિનિધિત્વ રજૂ કરવાના અભૂતપૂર્વ પ્રતિનિધિત્વની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં શિલ્પાને પણ હજી ક્લીન ચિટ મળી નથી. શિલ્પા પર શંકા કરવા પાછળનું કારણ એ છે કે શિલ્પા તે બેંક ખાતાનો ઉપયોગ પણ કરતી હતી જેમાં રાજ પોર્નોગ્રાફીથી પૈસા જમા કરતો હતો. આ સિવાય એજન્સીને શિલ્પાના નામે સંપત્તિ ખરીદવા અને તે ખાતાના પૈસાથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના પુરાવા પણ મળ્યા છે, જેના કારણે અભિનેત્રી પણ શંકાના દાયરામાં છે.

11 491 શિલ્પાએ મીડિયા પર લગાવ્યો આરોપ, 31 જુલાઈએ રાજ કુંદ્રાના જામીન અંગે આવી શકે નિર્ણય

આ પણ વાંચો :અનુરાગ કશ્યપની આ શોર્ટ ફિલ્મ સામે નોંધાઈ ફરિયાદ, આ સીનને લઈને થયો વિવાદ

ગત ફેબુ્રઆરી મહિનામાં રોનકે તેની ઓળખ રોવા ખાન સાથે કરાવી હતી. પછી બંને મલાડના માલવણીમાં બંગલૉમાં શૂટીંગ માટે લઇ ગયા હતા. તેને કામ માટે ૨૫ હજાર રૃપિયા મળશે એમ કહ્યું હતું. તેને સ્ક્રિપ્ટ આપી હતી. તે વાંચીને પીડિતાએ કામ કરવાની ના પાડી હતી. પણ પછી વાતોમાં  ભોળવીને તેમણે પીડિતાને મનાવી લીધી હતી. તેમણે પીડિતાને તેનો ચહેરો બતાવવામાં  નહીં આવશે  અને નામ બદલી કરાશે એેમ જણાવ્યું હતુ.

થોડીવાર બાદ પીડિતાને નિર્વસ્ત્ર શૂટીંગ કરવાનું કહ્યું હતુ. તેણે ના પાડતા પોલીસમાં કેસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત શૂટીંગનો ખર્ચ આપતા અને તેને શૂટીંગના નહીં  આપવાની ધમકી આપી હતી. છેવટે ગભરાઇને તે  પલંગ પર અર્ધનગ્ન અવસ્થામાં શૂટીંગ કરી રહી હતી. તે સમયે જ પોલીસ આવી ગઇ હતી. પછી શૂટીંગ રોકવામાં આવ્યું હતુ.