Bollywood/ શિલ્પા શેટ્ટીએ પહેલા નોરતે કર્યું ઘટસ્થાપન, નવરાત્રીમાં માતાજી પાસે કરી ખાસ કામના

શિલ્પા શેટ્ટી દરેક પર્વને શ્રદ્ધા અને રિવાજો સાથે ઉજવે છે. નવરાત્રી પહેલા શ્રાદ્ધ ચાલતા હતા ત્યારે પણ શિલ્પાએ પિતૃતર્પણ કર્યું હતું.

Entertainment
Untitled 148 શિલ્પા શેટ્ટીએ પહેલા નોરતે કર્યું ઘટસ્થાપન, નવરાત્રીમાં માતાજી પાસે કરી ખાસ કામના

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પોતાના ઘરે માતાજીની સ્થાપના કરતાં ભક્તોએ આસ્થાપૂર્વક સારા મુહૂર્તમાં માતાજીને બિરાજમાન કર્યા છે. આગામી નવ દિવસ સુધી વિધિવત્ પૂજાપાઠ કરશે. ત્યારે બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ ધાર્મિક વ્યક્તિ છે તેમ કહી શકાય કારણકે તે દરેક નાના-મોટા તહેવારોએ ઘરમાં પૂજાપાઠનું આયોજન કરતી રહે છે. થોડા દિવસ પહેલા ગણેશોત્સવ હતો ત્યારે શિલ્પા શેટ્ટીએ ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી. આજથી નવરાત્રી શરૂ થઈ છે ત્યારે શિલ્પાએ ઘરે માતાજીનું સ્થાપન કર્યું છે. શિલ્પા શેટ્ટી દર વર્ષે પોતાના ઘરે નવરાત્રી પર માતાજીનું સ્થાપન કરે છે ત્યારે આ વર્ષે પણ તેણે પરંપરા જાળવી રાખી છે.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ ઘરના મંદિરમાં કરેલા માતાજીના સ્થાપનનો વિડીયો શેર કર્યો છે. શિલ્પા શેટ્ટીએ માતાજીની સ્થાપના કરવાની સાથે ઘટસ્થાપન પણ કર્યું છે. ટેબલ પર માતાજીની નાનકડી મૂર્તિઓ અને તસવીરો જોઈ શકાય છે. પુષ્પો અને હાર સાથે સુંદર સજાવટ કરવામાં આવી છે. શિલ્પા શેટ્ટી ગત મહિને જ વૈષ્ણોદેવી જઈને આવી છે ત્યારે તેના પૂજાઘરમાં વૈષ્ણોદેવી માતાની તસવીર પણ જોઈ શકાય છે. આ વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, “સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાથ સાધિકે. શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શારદીય નવરાત્રીની આપ સૌને અનેક શુભકામના. દુર્ગા માના આશીર્વાદ આપણા સૌ પર સદાય રહે. હેપી નવરાત્રી.”

શિલ્પા શેટ્ટી દરેક પર્વને શ્રદ્ધા અને રિવાજો સાથે ઉજવે છે. નવરાત્રી પહેલા શ્રાદ્ધ ચાલતા હતા ત્યારે પણ શિલ્પાએ પિતૃતર્પણ કર્યું હતું. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.