Not Set/ ઠંડીની સીઝનમાં હિમાચલ પ્રદેશમાં પોલીસ કર્મચારીઓ પહેરશે આ ખાસ બૂટ

શિમલા પોલીસ વિભાગે ઠંડીની સીઝનમાં પોલીસ કર્મચારીઓ માટે એક સારો નિર્ણય લીધો છે. પોલીસ વિભાગના કર્મચારીના બૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. સામાન્ય બૂટની જગ્યાએ હવે તેમને ડીએમ બૂટ આપવામાં આવશે.પીટી બૂટની જગ્યાએ સ્પોર્ટ્સ બૂટ આપવામાં આવશે. કપડાના પીટી બૂટમાં શિયાળામાં કર્મચારીઓને ઠંડી લાગે છે જયારે સ્પોર્ટ્સ બૂટમાં  લોકોને રાહત મળશે. પોલીસ કર્મચારીઓને આખું વર્ષ સ્પોર્ટ્સ […]

Top Stories India Trending
crpf shoes ઠંડીની સીઝનમાં હિમાચલ પ્રદેશમાં પોલીસ કર્મચારીઓ પહેરશે આ ખાસ બૂટ

શિમલા

પોલીસ વિભાગે ઠંડીની સીઝનમાં પોલીસ કર્મચારીઓ માટે એક સારો નિર્ણય લીધો છે. પોલીસ વિભાગના કર્મચારીના બૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે.

સામાન્ય બૂટની જગ્યાએ હવે તેમને ડીએમ બૂટ આપવામાં આવશે.પીટી બૂટની જગ્યાએ સ્પોર્ટ્સ બૂટ આપવામાં આવશે.

કપડાના પીટી બૂટમાં શિયાળામાં કર્મચારીઓને ઠંડી લાગે છે જયારે સ્પોર્ટ્સ બૂટમાં  લોકોને રાહત મળશે.

પોલીસ કર્મચારીઓને આખું વર્ષ સ્પોર્ટ્સ બૂટ પહેરવા પડશે. કેટલાક લોકોને આ બૂટ આપી પણ દીધા છે. જે ઘણા આરામદાયક છે.

વરિષ્ઠ પોલીસ અધિકારી સંતોષ પટીયાલનું કહેવું છે કે શિયાળામાં ઠંડીને ધ્યાનમાં રાખીને બૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે તેમને ડીએમ સાઈઝના બૂટ આપવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ જવાન પીટી બૂટની જગ્યાએ આખું વર્ષ સ્પોર્ટ્સ બૂટ જ પહેરશે.