Not Set/ શીવસેના ભાજપનું પ્રેમપ્રકરણ ફરી ચગ્યું !!

ઔરંગાબાદ કાર્યક્રમમાં ઉધ્ધવ ઠાકરેનો ભાજપ પ્રેમ ઉભરાયા બાદ ફડણવીસના બધું શક્યના વિધાનો બાદ ફરી નિવેદનબાજી શરૂ થતં કશુંક રંધાઈ રહ્યાનો સંકેત મળે છે

India Trending
શીવસેના ભાજપનું ઈલુ-ઈલુ

શીવસેના ભાજપનું ઈલુ-ઈલુ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના સુપ્રિમોએ કહ્યું ભાજપ અમારો ભવિષ્યનો સહયોગી. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું રાજકારણમાં બધું શક્ય છે. એકવાર જેની સ્પષ્ટતા થઈ ચૂકી છે તે ભાજપ અને શીવસેના વચ્ચેના ઈલુ-ઈલુ પ્રકરણ અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિશ્લેષકો એક વાતની નોંધ લેતા થઈ ગયા છે કે મહારાષ્ટ્રમાં કશુંક રંધાઈ રહ્યું છે. બીજા એક વિશ્લેષકના શબ્દોમાં કહીએ તો કશોક ફેરફાર આવી રહ્યો છે. આ શું સૂચવે છે ? એક નહી ઘણી બધી વાતોનો એકસાથે સંકેત મળે છે.

jio next 5 શીવસેના ભાજપનું પ્રેમપ્રકરણ ફરી ચગ્યું !!
મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ અને શીવસેનાના આગેવાનો એક મંચ પર હતાં. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પણ હતા અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવ પણ હતાં. પોતાના પ્રવચનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બીજી ઘણીબધી વાતો કરી અને સાથોસાથ એવું પણ કહ્યું કે મંચ પર બેઠેલા રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવ મારા ભૂતકાળના સહયોગી છે અને ભાવિ સહયોગી પણ છે. તેમની આ વાત ઘણું બધું સૂચવી જાય છે. હવે આજ સમારોહમાં ઉપસ્થિત એવા ભાજપના વરિષ્ઠ અગ્રણી અને કેન્દ્રના રેલરાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે પણ એવું કહી દીધું કે શીવસેના અને ભાજપ સાથે આવવાથી મહારાષ્ટ્રની જનતા સૌથી વધારે ખૂશ થશે.
ટૂંકમાં બન્ને પક્ષના નેતાઓના જનતાના નામે એકબીજાની નજીક આવી રહ્યા હોવાના સંકેત હતાં. જાણીએ છીએ તે પ્રમાણે ભાજપ અને શીવસેના મહારાષ્ટ્રમાં વર્ષો સુધી સાથે હતા અને સરકાર પણ ચલાવી છે. કેન્દ્રમાં વિપક્ષે પણ સાથે બેઠી છે. મહારાષ્ટ્રની અનેક સ્થાનિક સંસ્થાઓમાં તેમનું સંયુક્ત રાજ હતું. જેમાં મુંબઈ મહાનગરપાલિકા પણ આવી જાય છે. આ બાબત મહત્વની છે.

madhvan 2 શીવસેના ભાજપનું પ્રેમપ્રકરણ ફરી ચગ્યું !!
હવે આ નિવેદન બાદ તેનો કોઈ આગેવાન દ્વારા આનું અર્થઘટન આમ થાય – તેમ થાય તેવો કોઈ રદિયો પણ આવ્યો નથી. ઉલટાના ૨૦૧૯માં ભાજપથી અલગ થયેલ શીવસેનાના વધુ એક આગેવાન મહારાષ્ટ્રના નાણાપ્રધાન અબ્દુલ સતારે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે આગામી ત્રણ વર્ષ ઉધ્ધવ ઠાકરે ચાલું રહે તેવું વાતાવરણ સર્જાતું હોય તો અમે આ ગઠબંધન માટે તૈયાર છીએ.

madhvan 3 શીવસેના ભાજપનું પ્રેમપ્રકરણ ફરી ચગ્યું !!
મહારાષ્ટ્રના આ નાણામંત્રીએ એમ પણ કહ્યું કે જાે બન્ને પક્ષ એટલે કે ભાજપ અને શીવસેના એકસાથે આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સારૂ સંકલન થઈ શકે તેમ છે. એટલું જ નહિ પણ મહારાષ્ટ્રનો વિકાસ પણ ઝડપી બને તેમ છે. બન્ને પક્ષ હિંદુત્વની સમાન વિચારધારા પર હાલ ચાલે છે. હવે આ અંગે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું… મારી શુભકામના. સારી વાત છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે તઈ શકે છે, બધુ શક્ય છે. જાે કે હાલ તો અમે વિપક્ષની ભૂમિકા બરાબર ભજવી રહ્યા છીએ તેમાં બીજાે કોઈ અવકાશ છે જ નહિ તે વાત સમજવી પડશે કે અમે માત્ર સત્તા તરફ મીટ માંડનારા નથી. જાે કે તેમનું આ વિધાન ‘સાથે અને સામે’ બેય વાતનો સાથે સંકેત આપનારું છે. જાે અને તો ના ઉદ્‌ગારોવાળુ છે. જ્યારે શીવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું કદ ધરાવતા અન્ય કોઈ નેતા ભારતમાં નથી. અટલજી બાદ નરેન્દ્ર મોદી એવા નેતા છે જે ભાજપને ઉંચા શીખર પર લઈ ગયા છે. અટલજીના સમયમાં ગઠબંધનના ઘટકોનો સાથ અનિવાર્ય હતો. આજે તો મોદીજી અને ભાજપ એકલા હાથે બહુમતી ધરાવે છે.

શીવસેના ભાજપનું ઈલુ-ઈલુ
શીવસેના ભાજપનું ઈલુ-ઈલુ

આ બધું શું સૂચવે છે ? શીવસેનાને ભાજપ પ્રત્યે કે મોદી તરફ એકાએક પ્રેમ ઉભરાઈ ગયો છે તેનું એક નહીં ઘણા કારણો છે. ભૂતકાળમાં એટલે કે પાંચ છ માસ પહેલા ઉદ્ધવ ઠાકરે અને મોદી વચ્ચે મુલાકાત અને સંજય રાઉતે મોદીના વખાણ કર્યા ત્યારે રાઉતે આ અંગે બન્ને પક્ષ વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યું હોવાની વાત વહેતી થઈ હતી. જાેકે પછી તેના પર પડદો પડી ગયો હતો. હવે ઔરંગાબાદના કાર્યક્રમ બાદ એક સાથે ત્રણ આગેવાનોએ ભાજપના વખાણ કરતાં વિધાનો કરતાં રાજકીય પંડિતો એવું અનુમાન કરે છે કે આ વાત ઘણી આગળ વધી ચૂકી છે.

madhvan 5 શીવસેના ભાજપનું પ્રેમપ્રકરણ ફરી ચગ્યું !!
બીજાે અર્ત એવો ચાલી રહ્યો છે કે શીવસેના કોંગ્રેસ અને એન.સી.પી.ના બનેલા ગઠબંધનમાં બધું સરખું ચાલતું નથી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિત કેટલાંક નેતાઓના મહાનગરો સહિતની સ્થાનિક ચૂંટણી એકલા હાથે લડવાનો સંકેત આપતા વિધાનો ઘણું કહી જાય છે. શીવસેના અને એન.સી.પી. વચ્ચે શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની નિકટતાને કારણે સારૂં સંકલન હોય તેવું લાગે છે. બન્ને વચ્ચે વાણી અને વર્તનમાં વિરોધાભાસ ભાગ્યે જ ઉભો થાય છે. જ્યારે કોંગ્રેસ શીવસેનાથી અને શીવસેના કોંગ્રેસથી અકળાયેલી છે. જાે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં શીવસેનાની આંકડાકીય સ્થિતિ એવી છે કે જાે કોંગ્રેસના ૪૧ સભ્યો ખસી જાય તો ઉધ્ધવ ઠાકરેની સરકાર ટકી શકે તેમ નથી. માત્ર એન.સી.પી.ના સહયોગથી સરકાર ટકી શકે તેમ નથી. આ સંજાેગો વચ્ચે શીવસેનાને સત્તા ટકાવી રાખવી હોય તો ભાજપ સાથે ભાગીદારી કરવી જ પડે.

શીવસેના ભાજપનું ઈલુ-ઈલુ
શીવસેના ભાજપનું ઈલુ-ઈલુ

ભાજપની નેતાગીરી જાે ઉધ્ધવ ઠાકરેની ટર્મ પૂરી કરવા દેવા તૈયાર થઈ જાય તો આ ૩૦ વર્ષ જૂના મિત્રો ફરી એક મંચ પર આવી શકે છે. જાે કે દેવેન્દ્ર ફડનવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફરીવાર બનવું જ છે એટલે તેઓ કેન્દ્રમાં ઓફર છતાં ગયા નથી. બીજાને મોકલ્યા છે. આ પણ એક વાસ્તવિકતા છે. જાે કે ફડનવીસે ભલે બધું શક્ય છે તેટલું જ કહ્યું છે. શીવસેનાના નેતાઓની જેમ કોઈ નક્કર કે નિખાલસ વાત કરી નથી. અત્યારે માત્ર નિવેદનો અને ભાષણોમાં વાત છે પણ જ્યારે આ વાત પારસ્પરિક ચર્ચા કે વાટાઘાટોના તબક્કે આવે ત્યારે એવું બની શકે છે. ફડનવીસ અને તેના સાથીદારો પોતાનું વલણ ન બદલે તો વાત શક્ય ન બને. જાે કે મહારાષ્ટ્ર ભાજપના કેટલાક આગેવાનો એવું પણ માને છે કે અત્યારે ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવાની વાત સ્વીકારી સાથે બેસી જવાય બાકીની વાત ૨૦૨૪ના ચૂંટણી પરિણામો પર છોડી દેવી જાેઈએ.

જાે કે મુંબઈ સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ એકલે હાથે લડવાની વાત કરે છે ત્યારે ભાજપ શીવસેના જાે સાથે મળીને લડવાનું નક્કી કરે તો કશુંક પરિણામ નીકળી શકે તેમ છે. જાે કે રાજકારણમાં કશું અશક્ય નથી. મહારાષ્ટ્ર અઘાડીમાં શરદ પવારનો એનસીપી પક્ષ પાસે માત્ર ભાજપ વિરોધી વિચારધારા નથી. પોતાના અસ્તિત્વ અને એકા’દ રાજ્યમાં પણ સત્તાની ભાગીદારીની વાતને તેઓ સારી રીતે સમજે છે. કેન્દ્રમાં પોતાની પુત્રી સુપ્રિયા સુલે અને રાજ્યમાં ભત્રીજાે અજીત પવાર જળવાઈ જાય તો તેઓ પણ ભૂતકાળની જેમ ભાજપ સાથે બેસવા સહેલાઈથી તૈયાર થઈ જાય તેમ છે. જાેઈએ હવે આગામી દિવસોમાં કેવા ખેલ ખેલાય છે.

ઈશ્વરીય પ્રતિભા / આ પાંચ વર્ષીય બાળક વડીલોને હંફાવે તેવી ત્વરાથી સંસ્કૃત શ્લોકોનું કરે છે ઉચ્ચારણ