Not Set/ શિવસેનાના સાંસદ સંજ્ય રાવતે કહ્યું કોંગ્રેસ વિના કોઇ ત્રીજો મોરચો બનાવશે નહીં,જાણો વિગત

ત્રીજો મોરચો બનાવવા માટે ઘણા રાજકીય દિગ્ગજો એક જ મંચ પર ભેગા થયા હતા. ત્યારપછી આ સવાલ ઉભા થવા લાગ્યા છે કે, ભાજપ વિરુદ્ધ રચાઈ રહેલા આ ત્રીજા મોરચાનું નેતૃત્વ કોણ કરશે?

Top Stories India
11 88 શિવસેનાના સાંસદ સંજ્ય રાવતે કહ્યું કોંગ્રેસ વિના કોઇ ત્રીજો મોરચો બનાવશે નહીં,જાણો વિગત

શિવસેનાના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ વિના કોઈ રાજકીય મોરચો બનાવશે નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ ત્રીજા મોરચાનું નેતૃત્વ કેસીઆર કરશે. તેમણે કહ્યું કે શિવસેના પહેલી પાર્ટી હતી જેણે કોંગ્રેસને સાથે લેવાની વાત કરી હતી.

સંજય રાઉતે કહ્યું કે અમે ક્યારેય નથી કહ્યું કે કોંગ્રેસ વગર રાજકીય મોરચો બનાવવામાં આવશે. જે સમયે મમતા બેનર્જીએ રાજકીય મોરચાનું સૂચન કર્યું હતું તે સમયે શિવસેના એ પહેલો રાજકીય પક્ષ હતો જેણે કોંગ્રેસને સાથે લેવાની વાત કરી હતી. કેસીઆરમાં દરેકને સાથે લઈને નેતૃત્વ કરવાની ક્ષમતા છે.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટિપ્પણી પર એક પ્રશ્નના જવાબમાં સંજય રાઉતે કહ્યું, “તેમણે અમને સલાહ આપવાની જરૂર નથી, તેમણે તેમની પાર્ટીને જોવી જોઈએ જે દરરોજ નબળી પડી રહી છે.” પાટીલે દાવો કર્યો હતો કે રાઉત શિવસેનાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. . સંજય રાઉતે કહ્યું કે કેસીઆર અને ઉદ્ધવ ઠાકરેએ વિકાસ અને દેશની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને બંને મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ ટૂંક સમયમાં ફરીથી મળશે.

ઉલ્લેખનીય છે  કે રવિવારે ત્રીજો મોરચો બનાવવા માટે ઘણા રાજકીય દિગ્ગજો એક જ મંચ પર ભેગા થયા હતા. ત્યારપછી આ સવાલ ઉભા થવા લાગ્યા છે કે, ભાજપ વિરુદ્ધ રચાઈ રહેલા આ ત્રીજા મોરચાનું નેતૃત્વ કોણ કરશે? આ સવાલ બાદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. અત્રે એ પણ જણાવી દઈએ કે શરદ પવાર પહેલા પણ યુપીએમાં કોંગ્રેસના નેતૃત્વને લઈને ઘણા સવાલો ઉઠાવી ચૂક્યા છે.

ભાજપ સરકારને હરાવવા માટે રચાઈ રહેલા આ ત્રીજા મોરચાનું નેતૃત્વ કોણ કરશે તે અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેઓ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવના પ્રયાસોનું સ્વાગત કરે છે, પરંતુ પ્રાદેશિક પક્ષોની આવી પહેલ કોંગ્રેસ પક્ષ વિના સફળ થઈ શકે નહીં. સાથે જ તેના નેતૃત્વ અંગે તેમણે કહ્યું કે સત્તારૂઢ ભાજપ સામે કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે.