Not Set/ શિવરાજ સરકાર લાવી રહી છે નવો કાયદો ગરીબોને મળશે પૈસા..જાણો

શિવરાજ સરકારના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શુક્રવારે કહ્યું હતું કે સંગઠિત ગુનાઓને રોકવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવો કાયદો લાવવા જઈ રહી છે

India
શિવરાજ

શિવરાજ સરકારમાં  ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શુક્રવારે કહ્યું હતું કે સંગઠિત ગુનાઓને રોકવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવો કાયદો લાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે તે ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર એક્ટ કરતા પણ કડક હોઈ શકે છે. આ કાયદામાં ગુનેગારોના પૈસા અને મિલકત ગરીબોમાં વહેંચવાની જોગવાઈ કરવામાં આવશે.

ભોપાલમાં નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે ગૃહ અને કાયદા વિભાગ એક સાથે ડ્રાફ્ટ બિલ તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે, જે સંગઠિત ગુનાઓને નિશાન બનાવશે. તેમણે કહ્યું કે, આ ખરડા બાદ રાજ્યમાં માઇનિંગ માફિયા, દારૂ માફિયા, જમીન માફિયા અને અન્ય અસામાજિક તત્વોનો અંત આવશે.

મિશ્રાએ કહ્યું કે, ડ્રાફ્ટ બિલમાં સરકાર ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ પણ કરશે. તેમણે કહ્યું, “અમે જપ્ત કરેલા નાણાં અને મિલકતને ગરીબોમાં વહેંચવાની જોગવાઈ પણ લાવી રહ્યા છીએ. કેસોના ઝડપી નિકાલ માટે, અમે વિશેષ અદાલતોની સ્થાપના કરીશું અને સાક્ષીઓની સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવશે. આ ગુનેગારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારાઓ માટે આ બિલમાં સજાની જોગવાઈ પણ કરવામાં આવશે.

મધ્યપ્રદેશ સરકાર શિયાળુ સત્રમાં આ બિલને વિધાનસભામાં રજૂ કરી શકે છે. દારૂ અને ગેરકાયદેસર રેતી માફિયાઓના સંગઠિત ગુનામાં વધારો થયા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે સરકાર આવા ગુનાઓને રોકવા માટે કડક કાયદા લાવશે. છેલ્લા એક વર્ષમાં મધ્યપ્રદેશ સરકારે 500 થી વધુ મકાનો અને ગુનેગારોના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા.

જમ્મુ-કાશ્મીર / રાહુલ ગાંધીએ કહ્યું ” હું કાશ્મીરી પંડિત છું “બાદમાં ભાજપે સાધ્યું નિશાન

politicas / BSPએ બાહુબલી મુખ્તારની ટિકિટ કાપી તો ઓવૈસીએ ટિકિટની ઓફર કરી

કોરોના પ્રોટોકોલ / લંડનમાં રવિ શાસ્ત્રીના પુસ્તક વિમોચન સમારોહ અંગે ઉભા થયા અનેક પ્રશ્નો, BCCI એકશન લેશે?

તાલિબાન / ચીનની ચિંતા દૂર, અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓને ભગાડવાનો દાવો