Bihar Caste Survey/ ચોંકાવનાર! બિહારના 95.49% લોકો પાસે કોઈ વાહન જ નથી

બિહાર વિધાનસભાના બંને ગૃહોમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ રાજ્યના 13.07 કરોડ લોકોમાંથી 12.48 કરોડ લોકો પાસે કોઈ વાહન નથી.

India
બિહાર 1 ચોંકાવનાર! બિહારના 95.49% લોકો પાસે કોઈ વાહન જ નથી

Bihar Caste Survey: હાલમાં બિહારમાં દરેક જગ્યાએ કાસ્ટ સર્વેની ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં કાસ્ટ સર્વે રિપોર્ટ રજૂ કરતી વખતે અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બિહારમાં કરાયેલા કાસ્ટ સર્વેમાં બીજી ઘણી બાબતો સામે આવી છે. આ મુજબ રાજ્યના 95.49% લોકો પાસે કોઈ વાહન નથી.

CAST સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં માત્ર 3.8 ટકા લોકો પાસે જ ટુ-વ્હીલર અને 0.11 ટકા લોકો પાસે કાર છે. બિહાર જાતિ સર્વેક્ષણના વિગતવાર અહેવાલમાં રાજ્યમાંથી સ્થળાંતર પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 45.78 લાખ લોકો અન્ય રાજ્યોમાં કામ કરી રહ્યા છે જ્યારે 2.17 લાખ લોકો વિદેશમાં છે.

બિહાર વિધાનસભાના બંને ગૃહોમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ રાજ્યના 13.07 કરોડ લોકોમાંથી 12.48 કરોડ લોકો પાસે કોઈ વાહન નથી. માત્ર 49.68 લાખ લોકો અથવા લગભગ 3.8% વસ્તી દ્વિચક્રી વાહનો ધરાવે છે જ્યારે માત્ર 5.72 લાખ લોકો અથવા 0.11% લોકો પાસે જ ફોર-વ્હીલર છે.

રિપોર્ટ અનુસાર, માત્ર 1.67 લાખ લોકો અથવા 0.13 ટકા લોકો પાસે ટ્રેક્ટર છે. રિપોર્ટ અનુસાર, જનરલ કેટેગરીના 2.01 કરોડ લોકોમાંથી કુલ 11.99 લાખ ટૂ-વ્હીલર છે. વિદેશ ગયેલા 2.17 લાખ લોકોમાંથી 23,738 લોકો ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. અન્ય દેશોમાં કામ કરનારાઓમાં, 76,326 લોકો સામાન્ય શ્રેણીના છે.

બિહારના 45,78,669 લોકો એટલે કે વસ્તીના 3.5 ટકા લોકો અન્ય રાજ્યોમાં કામ કરે છે. બિહાર સરકારે મંગળવારે વિધાનસભામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોની 215 જાતિઓની આર્થિક સ્થિતિ પર એક અહેવાલ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ કોર્ટનો હાર્દિક પટેલને મોટો ઝટકો

આ પણ વાંચો: યુક્રેનિયન મહિલાએ વૃદ્ધ સાથે કરોડોની કરી છેતરપિંડી

આ પણ વાંચો: હવે માત્ર સૈનિકો જ નહીં ‘મધમાખી’ઓ પણ કરશે સરહદની સુરક્ષા!