Gujarat High Court/ હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી

આજે ગુજરાત હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરી હતી.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 18T135638.217 હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી

ગુજરાત : આજે ગુજરાત હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે દાખલારૂપ ચુકાદો આપતા ગર્ભપાતની મંજૂરી આપી. આજે દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત કરાવવાની અરજી માન્ય રાખતા હાઈકોર્ટે મંજૂરી આપી. સગીરા પર બસ કન્ડક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તે ગર્ભવતી બની હતી. સગીરા આ ગર્ભ રાખવા ના માંગતી હોવાથી કોર્ટમાં ગર્ભપાતની અરજી કરી હતી.

રાજ્યમાં હાઈકોર્ટે આજે એક કેસની સુનાવણીમાં દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતાને ન્યાય આપ્યો. કોર્ટે આજે ક્રાંતિકારી ચુકાદો આપ્યો. પીડિતાની સુનાવણીમાં કોર્ટે નોંધ્યુ કે દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતા બાળક રાખવા સક્ષમ નથી. પીડિત માનસિક તેમજ શારિરીક રીતે સક્ષમ ના હોવાથી કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. આ મામલે કોર્ટે જણાવ્યું કે ગર્ભપાત કરાવવાને અપરાધ માનવામાં આવે છે. પરંતુ કેટલાક સંજોગોમાં ગર્ભપાત કરાવવાને નકારી શકાય નહી. આ કેસમાં કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર 16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી. જણાવી દઈએ કે થોડા સમય પહેલા AMTSબસના કંડકટરે યુવતીને લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ સગીર યુવતી ગર્ભવતી બની હતી. પરંતુ કંડક્ટર દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીના કારણે તે માનસિક રીતે અસ્વસ્થ થઈ હતી. તેમજ સગીર હોવાથી પીડિતા શારીરિક રીતે પણ સક્ષમ ના હોવાથી અંતે હાઈકોર્ટે ગર્ભપાત કરાવવાની અરજી માન્ય રાખી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચારધામના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભીડને જોતા લેવાયો મોટો નિર્ણય

આ પણ વાંચો: સ્વાતિ માલીવાલ બની ભાજપનું પ્યાદુ અનેક દિવસોથી છે નેતાઓના સંપર્કમાં’ AAP નેતા આતિશીનો ગંભીર આક્ષેપ

આ પણ વાંચો: આંખના ઓપરેશન બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા