ગોળીબાર/ અમેરિકાના કેરોલિનામાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત, આરોપી પોલીસના સંકજામાં

અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક અજાણ્યા આરોપીએ અચાનક ગોળીબાર કર્યો જેમાં 5 લોકોના મોત થયા. પ્રાદેશિક મેયરે આ ઘટના અંગે માહિતી આપી છે.

Top Stories World
1 87 અમેરિકાના કેરોલિનામાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત, આરોપી પોલીસના સંકજામાં

અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક અજાણ્યા આરોપીએ અચાનક ગોળીબાર કર્યો જેમાં 5 લોકોના મોત થયા. પ્રાદેશિક મેયરે આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ હુમલામાં એક પોલીસ અધિકારીનું પણ મોત થયું છે. રેલેના મેયર મેની એન વોલ્ડવિને પત્રકારોને જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે ન્યુસ નદી ગ્રીનવે નજીક ઘણા લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે લગભગ 8 વાગે તેમને આ માહિતી આપી છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

સાંજે હેડિંગહામને અડીને આવેલા વિસ્તારમાં પોલીસના અનેક વાહનો અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. પોલીસ અહીં ફાયરિંગ કરનારને શોધી રહી હતી. આ ફાયરિંગથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા લોકોને પોતપોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના વિશે જાણ્યા પછી, સ્થાનિક ગવર્નર રોય કૂપરે સાંજે 7 વાગ્યા પહેલા ટ્વિટ કર્યું કે ‘રાજ્ય અને સ્થાનિક પોલીસ મેદાનમાં છે અને શૂટરને રોકવાનો પ્રયાસ કરી રહી છે.આખરે આરોપીને પોલીસે શોધીને તેને પકડી પાડ્યો છએ.