IND Vs NZ/ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવાનો શ્રેયસ ઐયર પાસે Chance, આ ખેલાડીઓની યાદીમાં જોડાશે નામ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં શ્રેયસ અય્યરે તેની ડેબ્યૂ ટેસ્ટ રમી રહ્યો છે. તેના પ્રથમ મેચમાં અય્યરે શાનદાર બેટિંગ સૌ કોઇનું દિલ જીતી લીધુ છે. ક્રિસ પર અય્યરનો સાથ રવિન્દ્ર જાડેજા  આપી રહ્યો છે.

Sports
shreyas iyer

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં શ્રેયસ અય્યરે તેની ડેબ્યૂ ટેસ્ટ રમી રહ્યો છે. તેના પ્રથમ મેચમાં અય્યરે શાનદાર બેટિંગ સૌ કોઇનું દિલ જીતી લીધુ છે. ક્રિસ પર અય્યરનો સાથ રવિન્દ્ર જાડેજા  આપી રહ્યો છે. બન્ને વચ્ચે સદીની અતૂટ ભાગીદારી પણ થઇ ચુકી છે.

આ પણ વાંચો – SA vs NED / દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર Lungi Ngidi કોરોના પોઝિટિવ, નેધરલેન્ડ વિરુદ્ધ સીરીઝથી કરાયો બહાર

આપને જણાવી દઇએ કે, મેચમાં શ્રેયસ અય્યર શાનદાર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેનો સાથ રવિન્દ્ર જાડેજા આપી રહ્યો છે. જેણે અણનમ પચાસ ફટકારીને સદીની અતૂટ ભાગીદારી નોંધાવી છે. જણાવી દઇએ કે, ભારતે કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટનાં પ્રથમ દિવસે કાયલ જેમસનની શાનદાર બોલિંગનો સામનો કર્યો અને તેના બોલિંગ સ્પેલ પર વિજય મેળવ્યો અને 4 વિકેટે 258 રન બનાવ્યા. અય્યર 75 રન બનાવીને ક્રિઝ પર ઊભો છે. તેણે અત્યાર સુધીમાં 136 બોલનો સામનો કર્યો છે અને સાત ચોક્કા અને બે છક્કા ફટકાર્યા છે. ઉપરાંત, તેણે જાડેજા (100 બોલમાં અણનમ 50) સાથે પાંચમી વિકેટ માટે 113 રન જોડ્યા છે. ખરાબ પ્રકાશને કારણે દિવસની રમત છ ઓવર પહેલા બંધ કરવામાં આવી હતી. અય્યર હવે તેની સદીથી માત્ર 25 રન દૂર છે અને જો તે તેની સદી પૂરી કરી લેશે તો તે 303 ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં તેની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ખેલાડી બની જશે. વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની યાદીમાં અય્યર પણ જોડાશે.

આ પણ વાંચો – IND Vs NZ / ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગનો નિર્ણય, જાણો Plying Eleven

આ સાથે જ જો જાડેજા સદી ફટકારે છે તો આ તેની કારકિર્દીની બીજી ટેસ્ટ સદી હશે. ભારત માટે લાલા અમરનાથે ટેસ્ટ ડેબ્યૂમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. આ યાદીમાં સૌરવ ગાંગુલી અને શિખર ધવન જેવા ખેલાડીઓનાં નામ પણ સામેલ છે. આ બન્ને સિવાય ઓપનર શુભમન ગિલ (93 બોલમાં 52 રન)ની ઇનિંગ્સ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ચેતેશ્વર પુજારા (88 બોલમાં 26) અને સુકાની અજિંક્ય રહાણે (63 બોલમાં 35) સારી શરૂઆત છતાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા જ્યારે ઓપનર મયંક અગ્રવાલ (28 બોલમાં 13) તકનો મહત્તમ ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.