Ind. V. Ban. Test Series: ટીમ ઈન્ડિયા (Team India) નો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (Shubhman Gill) લાંબા સમયથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો હતો. જેના કારણે ગીલ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ હવે ગિલે ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ગિલ અને ઋષભ પંતે સદી ફટકારી છે.
ગિલે એક મોટું પરાક્રમ કર્યું
શુભમન ગિલે ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી સદી ફટકારી છે. હવે ગિલે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 3 સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા ગિલે આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં 2 સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ગિલની આ પાંચમી સદી છે.
ગિલે 12મી સદી ફટકારી
શુભમન ગીલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. 26 વર્ષની ઉંમરે ગિલની આ 12મી સદી છે. જેમાંથી તેણે 5 ટેસ્ટ ક્રિકેટ રમી છે. ગિલ ટેસ્ટ ક્રિકેટમાં ઘણો સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. લગભગ 2 વર્ષની રાહ જોયા પછી, ગિલે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. વર્ષ 2020માં ગિલે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ગિલે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
ભારતે બીજો દાવ ડિકલેર કર્યો હતો
બીજી ઇનિંગમાં 262 રન અને 4 વિકેટ ગુમાવ્યા બાદ ઇનિંગ્સ ડિકલેર કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા પાસે 500થી વધુ રનની લીડ હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી બેટિંગ કરતા રિષભ પંત અને શુભમન ગીલે સદીની ઇનિંગ રમી હતી. પંતે 109 રનની ઇનિંગ રમી હતી અને ગિલે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો: ભારતની આજે બાંગ્લાદેશ સામે ટક્કરઃ ઓપનરોનું નબળું ફોર્મ ચિંતાનો વિષય
આ પણ વાંચો: ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો
આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો વિરાટ વિજય..