અથડામણ/ તરનતારન જેલમાં ગેંગ વોર, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના આરોપીઓ વચ્ચે જૂથ અથડામણ થતા બેના મોત

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગ વોર સામે આવી છે. જેમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો

Top Stories India
29 1 તરનતારન જેલમાં ગેંગ વોર, સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના આરોપીઓ વચ્ચે જૂથ અથડામણ થતા બેના મોત

sidhu moosewala murder:પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગ વોર સામે આવી છે. જેમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે તરનતારનના ગોઇંદવાલની સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીઓ એકબીજા સાથે અથડાયા હતા. આ દરમિયાન ઘણા આરોપીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાંથી સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપી બે ગેંગસ્ટરનું મૃત્યુ થયું હતું.

(sidhu moosewala murder)માહિતી આપતા ડીએસપી જસપાલ સિંહ ધિલ્લોને કહ્યું કે પંજાબ ગોઇંદવાલ સાહિબ જેલમાં બદમાશો વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં રૈયા નિવાસી દુરાન મનદીપ સિંહ તુફાન અને બુધલાડા નિવાસી મનમોહન સિંહ મોહનાનું મોત થયું હતું. ભટિંડાના રહેવાસી કેશવને તરનતારનની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ (sidhu moosewala murder) કેશવની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુજરાતના મુંદ્રા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. બીજી તરફ, અન્ય ગેંગસ્ટર મનમોહન મોનાએ તેની હત્યા કરતા પહેલા મુસેવાલાની રેકી કરી હતી અને તે માણસાનો રહેવાસી છે. મોના ગેંગસ્ટર જગ્ગુ ભગવાન પુરિયાની ખાસ હતી. જ્યારે મનદીપ તુફાનને મુસેવાલાની હત્યા માટે બેકઅપ શૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. તેને પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે પકડ્યો હતો.

ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી. ગોલ્ડી બ્રાર તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક છે. તેણે તેના મિત્ર વિકી મિદુખેડાના મોતનો બદલો લેવા માટે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મિદુખેડાની 2021માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ ગેંગનું માનવું હતું કે સિદ્ધુ મુસેવાલાએ વિકી મિદુખેડાના હત્યારાઓને આશ્રય આપ્યો હતો.

Amrutpalsingh/ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે કહ્યું- હું ભારતીય નથી, એજન્સીઓ તપાસમાં લાગી

Pak Bomb Blast/ પાકના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ કરેલા બોમ્બ વિસ્ફોટમાં 4ના મોત

Sambit Patra/ ‘જવાબદારી નહીં લે, પણ સત્તા જોઈએ છે’, સંબિત પાત્રાના ગાંધી પરિવાર પર આકરા પ્રહારો