Political/ પંજાબમાં કેપ્ટન સામે પડેલા સિદ્ધુ રન આઉટ, અધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામું

પંજાબમાં રાજનીતિ હવે ચરમસીમાંએ પહોંચી ગઇ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેેસ અધ્યક્ષપદે પરથી રાજીનામું આપી દીધુ છે. 

Top Stories India
રાજનીતિ
  • નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામુ
  • પંજાબ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામુ
  • અમરિન્દર અમિત શાહને મળે તે પહેલાં જ નવું સમીકરણ
  • પંજાબ કોંગ્રેસમાં મોટી નવાજૂનીનાં સંકેત

કોંગ્રેસ પાર્ટી એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિમાં એકવાર ફરી દેખાઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેેસ અધ્યક્ષપદે પરથી રાજીનામું આપી દીધુ છે.

આ પણ વાંચો – Political / કોગ્રેસમાં જોડાયા પહેલા કનૈયા કુમારનાં પાર્ટીમાં સ્વાગત કરતા પોસ્ટરો લાગ્યા

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હંગામો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપ્યું હતું. જણાવી દઇએ કે, પંજાબનાં રાજકારણમાં રાજકીય ઉથલપાથલ ખતમ થવાનું નામ નથી લઈ રહી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનાં રાજીનામા બાદ હવે તેમના પ્રતિસ્પર્ધી સાથી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ એકમનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુનાં રાજીનામાનું કારણ જાણી શકાયું નથી પરંતુ તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં બની રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં રાજીનામું આપતા લખ્યું છે કે, તેઓ કોંગ્રેસનાં સભ્ય તરીકે બની રહેશે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનાઓથી નવજોત સિંહ સિદ્ધુનું પંજાબનાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે શાંબ્દિક યુદ્ધ ચાલી રહ્યુ હતુ. બાદમાં કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબનાં મુખ્યમંત્રી બનાવ્યા. આ પછી, એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસે પંજાબમાં બધું બરાબર કરી દીધુ છે. જોકે, હવે નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહનાં રાજીનામા બાદ નવજોત સિંહ સિદ્ધુ પોતે મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ તેનાથી કોઇ અલગ નિર્ણય કર્યો છે. નવજોત સિદ્ધુએ તે સમયે પાર્ટીનાં આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. જો કે, હવે રાજીનામું આપ્યા બાદ એવું સાબિત થઈ રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ તેમની પાર્ટીનાં મુખ્યમંત્રી નહીં બનાવવાના નિર્ણયથી નારાજ હતા. પંજાબમાં એક પછી એક ટ્વીસ્ટ આવતા દેખાઇ રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ આ પ્રશ્નોનું કેેવી રીતે નિવારણ કરશે તેના પર સૌની નજર રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….