ભાવવધારો/ વેલેન્ટાઇન ડે નિમિત્તે અમદાવાદમાં ગુલાબના ભાવમાં નોંધપાત્ર વધારો

વેલેન્ટાઇન ડે પ્રેમની પ્રતીતિ કરાવવાનો દિવસ હોય છે અને પ્રેમ તો તમે કોઈને પણ કરી શકો છો,આ દિવસે ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે

Top Stories Gujarat
ગુલાબ વેલેન્ટાઇન ડે નિમિત્તે અમદાવાદમાં ગુલાબના ભાવમાં નોંધપાત્ર વધારો

વેલેન્ટાઇન ડે પ્રેમની પ્રતીતિ કરાવવાનો દિવસ હોય છે અને પ્રેમ તો તમે કોઈને પણ કરી શકો છો,આ દિવસે ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે ત્યારે બજારમાં ગુલાબના ભાવ વધ્યા છે.

વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબ સહિત અન્ય ફૂલોની ડિમાન્ડ ફૂલ બજારમાં રહેતા હોય છે. વેલેન્ટાઈન ડેના પૂર્વે અમદાવાદ શહેરમાં એક ઇંગલિશ ગુલાબનો ભાવ 50 થી 60 પહોંચ્યો છે. જે સામાન્ય દિવસોમાં આ ગુલાબ રૂપિયા 20 થી 30 સુધીમાં મળતું હોય છે,લેન્ટાઈન ડે પૂર્વે અમદાવાદ શહેરના ફૂલ બજારમાં ગુલાબ જ નહીં, પરંતુ અન્ય ફૂલો પણ મોંઘા બન્યા છે. હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. જેમાં ડેકોરેશન માટે રંગબેરંગી ફૂલોનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. જેના કારણે તેના ભાવ પણ વધ્યા છે.

ગુલાબની સાથે કોમ્બિનેશનમાં સેટ થાય તે પ્રકારની અન્ય ફૂલોની ડિમાન્ડ પણ માર્કેટમાં જોવા મળી રહી છે. અલગ અલગ ફુલોના આધારે વિવિધ બુકે બની રહ્યા છે. ત્યારે આજે વેલેન્ટાઈન ડે પર નવા ડિઝાઇનર બુકેની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે.આજે માર્કેટમાં ગુલાબના ભાવોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે્.લાલ ગુલાબનો આજે 50થી 60 પિંક ગુલાબ 45થી 55 અને ઓરેન્જ 40થી 50 રૂપિયાના ભાવે મળી રહ્યા છે.

અમદાવાદના જમાલપુર ખાતે આવેલ ફૂલ બજારના  વેપારી ઐયુબ ભાઇએ જણાવ્યું હતું કે , ગત વર્ષની સરખામણીમાં ગુલાબના ફૂલનો ભાવમાં થોડો વધારો થયો છે પરંતુ કોરોના ની સરખામણીમાં જે પ્રકારનું વેચાણ જોઈએ તે ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અને અન્ય કેટલીક છૂટછાટ આપવામાં આવી છે તેમ છતાં ફુલોનું વેચાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે આજે વેલેન્ટાઈન ડે ને ધ્યાને રાખી બજારમાં અવનવા ગુલાબ આવેલા છે. જેમાં બૂકે સહિત ઈંગ્લીશ ગુલાબને ક્રિએટિવ બનાવવામાં આવી રહ્યા છે.