Not Set/ દેશમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર ઘટાડો

કોરોનાન બીજી લહેર હવે મંદ પડી રહી છે

Top Stories
1111111 દેશમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર ઘટાડો

કોરોનાન બીજી લહેર હવે મંદ પડી રહી છે.  70 દિવસ પછી,  સંક્રમણના સૌથી ઓછા કેસો જોવા મળ્યાં છે. જો કે દૈનિક મૃત્યુની સંખ્યા ચાર હજારને પાર થઇ ગઇ છે. પરંતુ તેમાં મહારાષ્ટ્રમાં છેલ્લા  2,213 મૃત્યુનો સમાવેશ થાય છે, જે વર્તમાન આંકડામાં જોઇ શકાય છે. છેલ્લાં 30 દિવસથી નવા કેસો કરતાં વધુ દર્દીઓની સ્વસ્થતા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.  જેના  કારણે, સક્રિય કેસો સતત ઘટી રહ્યા છે અને દર્દીઓનો રીકવરીના કેસો વધી રહ્પુયા છે. હવે લોકો કોરોનાને માત આપીને ધીમે ધીમે સાજા થઇ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે  રજૂ કરેલા આંકડા મુજબ, 70 દિવસ પછી, આજે દેશમાં નવા કોરોના સંક્રમણના કેસો 84,332૨ નોધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો  63 દિવસ પછી સક્રિય કેસ પણ ઘટીને 11 લાખ પર આવી ગયા છે. દૈનિક અને સાપ્તાહિક સંક્રમણના દરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

દેશમાં નવા કેસો  84,332  નોંધાયા છે.  હવે ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસ 2,93,59,155 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામનારાની સંખ્યા 4,002  અને દેશમાં કુલ મૃત્યુ આંક 3,67,081 છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા  10,80,690 છે. તો છેલ્લા 24 કલાકમાં  સાજા થનારાની સંખ્યા 1,21,311 છે, સમગ્ર દેશમાં  કોરોનાને માત આપી સાજા થનારાની સંખ્યા 2,79,11,384 છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો હવે ઘટી રહ્યા છે.