Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો, 361નાં મોત

મહારાષ્ટ્રમાં રાહતના સમાચાર

India
corona 10 મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો, 361નાં મોત

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે મંદ પડિ રહી છે. કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે.અને રિકવરીના કેસો વધી રહ્યા છે અને સાથે કોરોનાથી મોતના આંકડા પણ ઘટી રહ્યા છે. જે સારા સમાચાર છે. કોરોનાથી મોતમાં ઘટાડો થઇ રહ્યો છે જે રાજ્ય માટે મોટા રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 22,122 નોંધાયા છે. જયારે 361 લોકોનાં મોત થયાં છે.

કોરોના સંક્રમણના કેસોમાં છેલ્લા 20 દિવસથી ઘટાડો થઇ રહ્યો છે અને કોરોના રિકવરીના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં લોકડાઉનના લીધે કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 22,122 નોંધાયા છે અને કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા 42,320  થઇ છે.અને 361 લોકોનાં મોત થઇ ગયાં છે. રાજ્યમાં એક્ટિવ કેસો 3,27,580 છે અને ટોટલ રિકવરીના કેસો 51,82,592 છે અને રાજ્યમાં કુલ મોતનો આંકડો 89,212  છે.