Narcissistic Personality in Relationships: “તું બહુ નાર્સિસિસ્ટ છે!”—આજકાલ રિલેશનશિપમાં આ શબ્દ ખૂબ સાંભળવા મળે છે. નાર્સિસિઝમ (Narcissism) એટલે કે ‘આત્મમુગ્ધતા’, એક એવું માનસિક વલણ છે જેમાં વ્યક્તિ માત્ર પોતાની જાતને જ સૌથી વધુ મહત્વની સમજવા લાગે છે. આવા લોકોને સંબંધોમાં માત્ર અટેન્શન અને પોતાના વખાણ જ જોઈતા હોય છે, પરંતુ તેઓ સામેવાળી વ્યક્તિની ભાવનાઓની કોઈ કદર કરતા નથી. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના આ જમાનામાં લોકો પોતાની જાતને એક ‘બ્રાન્ડ’ તરીકે બતાવવાની હોડમાં વધુ ઈગો-સેન્ટ્રિક (અહંકેન્દ્રી) બની રહ્યા છે, જેની સીધી અને નકારાત્મક અસર આજના સંબંધો પર પડી રહી છે.
રિલેશનશિપમાં ધીમે-ધીમે ઝેર ઓગળે છે નાર્સિસિઝમ
શરૂઆતમાં આવા લોકો ખૂબ જ આકર્ષક, આત્મવિશ્વાસથી ભરપૂર અને કેરિંગ લાગે છે, પરંતુ સમય જતાં સંબંધ સંપૂર્ણપણે એકતરફી બની જાય છે. સામેવાળો પાર્ટનર હંમેશા બધું જ આપતો રહે છે (પ્રેમ, સમય, આદર) અને નાર્સિસિસ્ટ વ્યક્તિ માત્ર અપેક્ષાઓ રાખે છે.
‘હું’ વિરુદ્ધ ‘આપણે’: એક હેલ્ધી રિલેશનશિપ ક્યારેય ‘હું’ થી નહીં, પણ ‘આપણે’ થી ચાલે છે. જ્યારે પાર્ટનર તમારી વાત સાંભળે, તમારી લાગણીઓને સમજે અને તમને સમાન મહત્વ આપે, ત્યારે જ પ્રેમ જીવંત રહે છે. પરંતુ આત્મમુગ્ધતાના કારણે સંબંધોમાંથી સમાનતા અને સન્માન ગાયબ થઈ જાય છે.
અંદરનો ડર: ન્યૂરોસાયન્સ અને સાયકોલોજીના મતે, આવા લોકો વાસ્તવમાં અંદરથી ખૂબ અસુરક્ષિત હોય છે અને પોતાને ઓછા આંકતા હોય છે. આ જ કારણે તેઓ પોતાની સરખામણી સતત બીજા સાથે કરે છે અને દરેક સંબંધમાં ક્યારેય પૂરી રીતે ખુશ રહી શકતા નથી.
પાર્ટનર Narcissism છે કે નહીં? આ લક્ષણોથી ઓળખો
નિષ્ણાતોના મતે, જો સંબંધોમાં નીચે મુજબના સંકેતો વારંવાર જોવા મળે, તો તે નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોઈ શકે છે:
પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓને હંમેશા સૌથી ઉપર રાખવી.
પાર્ટનરના દ્રષ્ટિકોણ, મહેનત અને લાગણીઓને તદ્દન નજરઅંદાજ કરવા.
સંબંધના તમામ નાના-મોટા નિર્ણયો એકલા જ લેવા.
24 કલાક માત્ર પોતાના વખાણ અને અટેન્શનની માંગ કરવી.
ગેસલાઈટિંગ (Gaslighting) કરવું: એવી માનસિક રમત રમવી(Narcissism) જેથી સામેવાળો પાર્ટનર પોતાની જ ભૂલ હોવાનું માનીને ખુદ પર શંકા કરવા લાગે.
પાર્ટનરની પર્સનલ સ્પેસ કે સીમાઓનું(Narcissism) સન્માન ન કરવું.
નિષ્ણાતોની સલાહ:
સાયકોલોજિસ્ટ્સનું માનવું છે કે રિલેશનશિપમાં થતી સામાન્ય દલીલો, મતભેદો કે ભૂલોને સીધું ‘નાર્સિસિઝમ’નું(Narcissism) નામ આપી દેવું અયોગ્ય છે. આજકાલ ટ્રેન્ડના ચક્કરમાં લોકો નાની વાતોમાં પાર્ટનર પર આવા લેબલ લગાવી દે છે, જેનાથી સંબંધો સુધરવાને બદલે વધુ બગડે છે.
એક સ્વસ્થ સંબંધ હંમેશા પરસ્પર સહાનુભૂતિ, જવાબદારી અને ઈમોશનલ સેફ્ટી પર ટકેલો હોય છે. તેથી માત્ર બીજા લોકોમાં જ ખામીઓ કે ‘રેડ ફ્લેગ્સ’ શોધવાને બદલે વ્યક્તિએ પોતાની જાતને (Narcissism) સમજવી જોઈએ, પોતાની ભૂલો પર કામ કરવું જોઈએ અને જરૂર જણાય તો પ્રોફેશનલ કાઉન્સિલિંગ કે મદદ લેવી જોઈએ.



