Political/ ‘પાપી સરકાર’ ખેડૂતોની સાથે કરે છે ‘ખરાબ વ્યવહાર’ : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે ખેડૂત આંદોલનને લઈને સરકાર પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે ‘ગેરવર્તન’ કરી રહી છે અને આનો ઉપાય ત્યારે જ મળી શકે…

Top Stories India
zzas 131 'પાપી સરકાર' ખેડૂતોની સાથે કરે છે 'ખરાબ વ્યવહાર' : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે ખેડૂત આંદોલનને લઈને સરકાર પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે ‘ગેરવર્તન’ કરી રહી છે અને આનો ઉપાય ત્યારે જ મળી શકે, જ્યારે સરકાર ખેડૂતોની માંગણીઓ સાંભળવા તૈયાર હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સરકાર વિરુદ્ધ કોઈપણ પ્રકારનાં અસંતોષને આતંક તરીકે જોવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પ્રિયંકા ગાંધીએ ખેડૂત આંદોલન પર નક્સલવાદી, ખાલિસ્તાન અને દેશ વિરોધી કરાર કરવામાં આવ્યા પર મોદી સરકારને પાપી ગણાવી હતી.

દિલ્હી પોલીસે અટકાયત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘ખેડૂતો સાથે અન્યાયી વર્તન કરવામાં આવે છે. અમે ખેડૂતોનાં સમર્થન માટે આ કૂચનું આયોજન કરી રહ્યા છીએ. આ સરકાર વિરુદ્ધ કોઈપણ મતભેદને આતંકનાં તત્વો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમણે કહ્યું, ‘સરકારે જવાબદારી લેવી પડશે. ખેડૂતો અને લોકોની વાત સાંભળવી એ સરકારની જવાબદારી છે. સરકાર આ સમસ્યા કેવી રીતે હલ કરી શકે છે તેવો સવાલ પૂછતા તેમણે કહ્યું કે, સમાધાન ત્યારે જ મળી શકે જ્યારે સરકાર ખેડૂતોની માંગણીઓ સાંભળવા તૈયાર હોય.

દિલ્હી પોલીસે ગુરુવારે બે કરોડ લોકોની સહીની નોંધની સાથે ખેડૂત કાયદાની વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન કૂચ કરી રહેલા ઘણા કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થયા હતા. દરમિયાન, દિલ્હી પોલીસે પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવાની મંજૂરી આપી હતી. તેઓ પાસે રાષ્ટ્રપતિને મળવાની અપોઇન્ટમેન્ટ પહેલેથી જ હતી.

દિવસની શરૂઆતમાં, રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા પાર્ટીનાં મુખ્યાલય પહોંચ્યા હતા. બંને નેતાઓ સાથે પાર્ટીનાં મુખ્યાલયમાં પણ અનેક વરિષ્ઠ નેતાઓ એકઠા થયા હતા. જ્યારે તેમણે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ શરૂ કરી ત્યારે દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતનાં કોંગ્રેસનાં ઘણા નેતાઓએ કલમ 144 નો ભંગ કરવા બદલ તેમની અટકાયત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો