ahmedavad/ ટ્રેનની બારી પાસે બેસવું મહિલાને ભારે પડયું જાણો શું થયું

ટ્રેન અને બસની બારી પાસે બેસીને લોકો ઘણી વાર ઠંડી હવાનો લ્હાવો માણતાં હોય છે અને બારીમાંથી બહારના વિવિધ દ્રશ્યોને નિહાળીને પોતાની મુસાફરી આનંદમય બનાવતા હોય છે. પરંતુ,ક્યારેક આવી મુસાફરી લોકોને ભારે પણ પડી જતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં ગઈ કાલે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 ઉપર બની હતી. મુંબઈથી રાજસ્થાન […]

Ahmedabad Gujarat
train ટ્રેનની બારી પાસે બેસવું મહિલાને ભારે પડયું જાણો શું થયું

ટ્રેન અને બસની બારી પાસે બેસીને લોકો ઘણી વાર ઠંડી હવાનો લ્હાવો માણતાં હોય છે અને બારીમાંથી બહારના વિવિધ દ્રશ્યોને નિહાળીને પોતાની મુસાફરી આનંદમય બનાવતા હોય છે. પરંતુ,ક્યારેક આવી મુસાફરી લોકોને ભારે પણ પડી જતી હોય છે.

આવી જ એક ઘટના અમદાવાદમાં ગઈ કાલે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 ઉપર બની હતી. મુંબઈથી રાજસ્થાન જવા માટે હિના બેન નામની મહિલાએ બાંદ્રા – જેસલમેર ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે તેમની ટ્રેન પ્લેટફોર્મ ઉપર ઉભી હતી તે દરમિયાન તેઓ બારીમાંથી બહાર લોકોની અવરજવરને જોઈ રહ્યા હતા આ જ દરમિયાન ટ્રેન ધીરે ધીરે ચાલુ થઇ જતા કોઈ અજાણ્યા ઇસ્મે તેમના ગળામાં રહેલી 75 હજાર રૂપિયાની સોનાની ચેન ખેંચી લીધી હતી. ચાલુ ટ્રેનમાંથી સોનાની ચેન કોઈએ અચાનક ખેંચી લેતા હીનાબેને બુમાબુમ કરી નાખતા ટ્રેનમાં સવારમાં અન્ય મુસાફરો તેમની મદદની માટે દોડી આવ્યા હતા. હિના બેનને સમગ્ર મામલાની હકિકતા લોકોને જણાવીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અજાણ્યા ઈસમની સામે 75 હજારની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.