Not Set/ વઢવાણના ખજેલી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ખજેલી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે.,પોલિસે રોકડ અને અન્ય મુદામાલ સાથે મળી કુલ રૂ. 1.15 લાખની મત્તા કબ્જે લેવાઇ છે

Gujarat
1 26 વઢવાણના ખજેલી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

પોલિસે રોકડ અને અન્ય મુદામાલ સાથે મળી કુલ રૂ. 1.15 લાખની મત્તા કબ્જે લેવાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ખજેલી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલિસે રોકડ અને અન્ય મુદામાલ સાથે મળી કુલ રૂ. 1.15 લાખની મત્તા કબ્જે લેવાઇ છે.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ  શખ્સો ઝડપ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી/જુગારની ગે.કા પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા અને પરિણામ લક્ષી કામગીરી સુચના આપેલી હોવાથી પો.સબ ઈન્સ. તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને અગાઉથી મળેલી હકીકત આધારે ના.પો.અધિ.સા. સુ.નગર ડીવીઝનનું, જુ.ધા. કલમ 6 મુજબનું વોરંટ મેળવી મજેલી ગામે ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ ત.કોળી વાળાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને રેઇડ કરતાં જુગાર રમતા છ ઈસમોને પકડયા છે.

આ શખ્સોમાં ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ ધલવાણીયા જાતે તાકોળી ઉવ.36 રહે.ખજેલી તા.વઢવાણ, વિજયભાઇ રણછોડભાઇ બારૈયા જાતેત કોળી ઉ.વ.32 રહે ખજેલી તા.વઢવાણ, હાર્દિકભાઇ પ્રેમજીભાઇ લાણીયા જાતે પટેલ ઉ.વ.26 રહે.ભડવાણા તા.લખતર, અજીતસિહ દશરથસિંહ પરમાર જાતે.દરબાર ઉ.વ.43 રહે.શીયાણી તા.લીબડી, નાગજીભાઇ વાધાભાઇ કલોત્રા જાતે રબારી ઉં.વ.32 રહે.સુ.નગર નવા 80 ફુટ રોડ ઉમીયા ટાઉન શીપ, મનસુખભાઇ ભગવાનભાઇ પરમાર જાતે દલવાડી ઉ.વ.65 રહે.વઢવાણ શીયાણી પોળ બહાર સતવારા પરામા મઠીયા પરામા છે.

આ લોકો પાસેથી પાસેથી રોકડા રૂ.25,000/- તથા મોબાઇલ નંગ-4 કિ.રૂ.34,500 તથા એક મોટર સાયકલ કિ.રૂ,55,000/- તથા એક લાઇટ બીલ તથા ગંજી પાનાના પાના મળી કુલ રૂ.1,15,000/- ના મુદામાલ સાથે પકડી પાડી છે. એય ઇસમો વિરૂધ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી હતી.