Beauty Tips/ ત્વચાને હૅલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે શું ખાવું? એક્સપર્ટ્સ આ ફૂડને ડાયેટમાં સામેલ કરવાની આપે છે સલાહ!

શરીરને યોગ્ય પોષક તત્વો મળવાથી Skin Glow જાળવી રાખવામાં મદદ મળી શકે છે. ત્વચા નિષ્ણાત તબીબના મતે, વિટામિન સી, હૅલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ…

Trending Fashion & Beauty Lifestyle
Skin Glow જાળવવા માટે આ 3 Effective વસ્તુઓને કરો Diet માં સામેલ!

Beauty Tips: ચહેરા પર કુદરતી ચમક (Skin Glow) મેળવવા માટે કેવળ મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ (Skin Care Products)નો ઉપયોગ જ કરવો જરુરી નથી પરંતુ તમારે તમારા ડાયેટ (Diet) પર પણ ધ્યાન આપવું જરુરી છે. શરીરને યોગ્ય પોષક તત્વો મળવાથી ત્વચાને હૅલ્ધી જાળવી રાખવામાં મદદ મળી શકે છે. ત્વચા નિષ્ણાત તબીબના મતે, વિટામિન સી, હૅલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર ખાદ્ય પદાર્થો સ્કિન હૅલ્થ માટે ઘણા જ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને પોતાના ડાયેટમાં સામેલ કરવાથી ત્વચાને હૅલ્ધી જાળવી રાખવામાં મદદ મળી રહે છે?

સ્કિનનો ગ્લૉ જાળવવા માટે શું ખાવું જોઇએ? (Diet for Skin Glow)

1. ખાટા ફળો અને જામફળ (Sour Fruits and Guava)

ચહેરા પર નેચરલ ગ્લો જાળવવા માટે ડાયેટમાં સંતરા, મોસંબી, લીંબુ અને જામફળ જેવા વિટામિન C થી ભરપૂર ફળોને આહારમાં આવશ્ય સામેલ કરવા જોઇએ. વિટામિન સી શરીરમાં કોલેજન બનાવવામાં મદદ કરે છે જેથી ત્વચાને મજબૂતી અને લવચીકપણું પ્રાપ્ત થાય છે. જામફળ પણ વિટામિન સીનો એક ઉત્તમ સ્ત્રોત છે. આ ફળોના નિયમિત સેવનથી ત્વચાને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે.

Diet for Skin Barrier
Diet for Skin Barrier

સ્કિન બેરિયરને મજબૂત રાખવા શું ખાવું જોઇએ? (Diet for Skin Barrier)

2. ઓમેગા-3 યુક્ત આહાર (Omega 3 rich Food)

ત્વચાની બહારના પડ અર્થાત્ સ્કિન બેરિયરનો ભેજ જાળવી રાખવા અને બાહ્ય કઠિનાઈઓથી બચાવ કરવામાં ઓમેગા-3 યુક્ત આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. એને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખાદ્ય પદાર્થને ડાયેટમાં સામેલ કરી શકાય છે. અખરોટ, ચિયા સીડ્સ અને અળસી એના શાકાહારી વિકલ્પ છે જ્યારે ફૅટી ફિશ પણ ઓમેગા-3નો ઉત્તમ સ્ત્રોત છે. આ ફૂડ ઉપરાંત, તમે તમારા ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને સપ્લીમેન્ટ્સ પણ લઇ શકો છો.

Diet to Avoid Sun Damage
Diet to Avoid Sun Damage

સન ડેમેજથી બચાવવા શું ખાવું જોઈએ? (Diet to Avoid Sun Damage)

3. ટમેટાં (Tomatoes)

ટમેટાંમાં લાઈકોપીન નામનું એન્ટીઑક્સિડન્ટ મળી આવે છે જે શરીરની કોશિકાઓને ઑક્સિડેટિવ નુકસાનથી બચાવવામાં મદદરુપ થાય છે. તો જો તમે તમારી સ્કિનને ગ્લોઇંગ બનાવવા ઈચ્છતા હો તો તમારા ડાયેટમાં ટમેટાને અવશ્ય સામેલ કરો. આને સામેલ કરવું સ્કિન માટે ફાયદાકારક છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ખીલના કારણે ચહેરાની હાલત ખરાબ થઈ ગઈ છે? તો ઘરે જ બનાવો આ એક્ને ફ્રી ફેસ પેક…

આ પણ વાંચો: સ્કિન કેરમાં દહીં કેમ ફાયદાકારક છે? એક્સપર્ટ પાસેથી જાણો ત્વચા માટે એના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય વિધિ…

આ પણ વાંચો: જો તમે ડ્રાય સ્કીનને એક્સ્ફોલિયેટ કરવા માંગો છો, તો દાદીમાના આ ઘરેલું ઉપચાર અજમાવો