Not Set/ સ્કોડાની એસયૂવી KUSHAQ ભારતમાં થઇ લોન્ચ, જાણો ગાડીની ફિચર્સ, સ્પેસ વિશે

ભારતમાં કોરોનાના સમયમાં પણ ગાડીઓનું વેચાણ વધી રહ્યું છે. 2021માં પણ આ વેચાણમાં સુધારા જોવાયા છે. ઓટો સેકટરમાં વેચાણો વધતા કાર કંપનીઓ નવા નવા મોડલ માર્કેટમાં લોન્ચ કરી રહી છે. લગભગ દરેક મહિને એક મોડલ લોન્ચ થઇ રહ્યું છે. જો વાત કરીએ સ્કોડાની તો જેની ઘણાં સમયથી રાહ જોવાઇ રહી હતી તે KUSHAQ ને ભારતમાં […]

Tech & Auto
77870Image 3 scaled સ્કોડાની એસયૂવી KUSHAQ ભારતમાં થઇ લોન્ચ, જાણો ગાડીની ફિચર્સ, સ્પેસ વિશે

ભારતમાં કોરોનાના સમયમાં પણ ગાડીઓનું વેચાણ વધી રહ્યું છે. 2021માં પણ આ વેચાણમાં સુધારા જોવાયા છે. ઓટો સેકટરમાં વેચાણો વધતા કાર કંપનીઓ નવા નવા મોડલ માર્કેટમાં લોન્ચ કરી રહી છે. લગભગ દરેક મહિને એક મોડલ લોન્ચ થઇ રહ્યું છે. જો વાત કરીએ સ્કોડાની તો જેની ઘણાં સમયથી રાહ જોવાઇ રહી હતી તે KUSHAQ ને ભારતમાં અનવીલ કરી દેવામાં આવી છે. આ કારને જબરજસ્ત ફિચર સાથે માર્કેટમાં ઉતારી દેવામાં આવી છે. ભારતમાં આ એસયૂવીનો મુકાબલો Kia Seltos અને Hyundai Creta સાથે થવાનો છે.

Skoda KUSHAQ કંપનીની પહેલી એસયૂવી છે જેને MQB-A0 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ ભારત માટે તૈયાર કરવામાં આવેલી પહેલી એસયૂવી છે જેને ભારતમાં તૈયાર કરવામાં આવી છે. આ એસયૂવીનું નામ સંસ્કૃત શબ્દ કુશાક પર રાખવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે રાજા.

Image 1 1 e1616067639125 સ્કોડાની એસયૂવી KUSHAQ ભારતમાં થઇ લોન્ચ, જાણો ગાડીની ફિચર્સ, સ્પેસ વિશે

ફિચર્સ

સ્કોડા Kushaq માં બે એન્જિન ઓપ્શન આપવામાં આવશે જેમાં પહેલુ 1.0-લીટરનું TSIનું જ્યારે બીજુ 1.5-લીટર TSI ટર્બો-પેટ્રોલ એન્જિન સામેલ છે. આપને જણાવી દઇએ કે આ એસયૂવીનું 1.0-લીટર TSI  એન્જિન 115 પીસનો મેક્સિમમ પાવર અને 175 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિનની સાથે સિક્સ સ્પીડ મેન્યુઅલ અને સિક્સ સ્પીડ ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશન ઓપ્શન મળશે. 1.5-લીટર TSI એન્જિનની વાત કરીએ તો આ 150 પીએસનો મેક્સિમમ પાવર અને 250 ન્યૂટન મીટરનો પીક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિનની સાથે સિક્સ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને સેવન સ્પીડ ડાયરેક્ટ શિફ્ટ ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.

કૂશાક એસયૂવીમાં સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેને જોતાં તેમાં સિક્સ એરબેગ સેટઅપ, ટાયર પ્રેશર મોનીટરિંગ સિસ્ટમ (ટીપીએસ) ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, મલ્ટી કોલીજન બ્રેક, ISOFIX માઉન્ટ્ની સાથે રેન અને લાઇટ સેન્સર્સ સામેલ કરવામાં આવ્યા છે.