Gujarat/ ઊના ગીરગઢડાનાં પે.વિ.ક.નાં અધિકારી-કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધી બેનરો સાથે સુત્રોચાર

ઊનાનાં – સાતમાં પગારપંચનાં ભથ્થા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સંલગ્ન કંપનીનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા સંયુક્ત સમીતી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાહેર કરેલ આંદોલન અંતર્ગત તા.21 જાન્યુ.2021ના માસ સી.એલ પર જવાનો નિર્ધાર કરેલ છે….

Gujarat Others
sssss 75 ઊના ગીરગઢડાનાં પે.વિ.ક.નાં અધિકારી-કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધી બેનરો સાથે સુત્રોચાર

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊનાનાં – સાતમાં પગારપંચનાં ભથ્થા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સંલગ્ન કંપનીનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા સંયુક્ત સમીતી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાહેર કરેલ આંદોલન અંતર્ગત તા.21 જાન્યુ.2021ના માસ સી.એલ પર જવાનો નિર્ધાર કરેલ છે.

જે કાર્યક્રમ અંતર્ગત તા.16 જાન્યુ.2021 ના દરેક કચેરી ખાતે બપોરે 2 થી 2.30 ના સમયે સુત્રોચાર કરવામાં આવ્યો હતો. અને ઉના વિભાગીય કચેરીના કેમ્પસમાં ઉના વિભાગીય કચેરી ઊના 1 પે.વી.ક., ઉના-2 પે.વિ.ક. તેમજ ઉના શહેર પે.વિ.ક.ના અધિકારી કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધી અને બેનરો સાથે સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવેલ હતો. આ વિરોધ કાર્યક્રમમાં બેનરોમાં અભી તો યે અંગડાઇ હૈ. આગે ઔર લડાઇ હૈ, એલાઉન્સ અને લાભો. 2016 થી આપો, જેમાં વિવિધ બેનરો સાથે અધિકારી કર્મચાચારી દ્વારા વિરોધ કરી સુત્રોચાર સાથે પોતાની માંગણીઓને સંતોષવા માંગ કરેલ. ઉના ગીરગઢડા તથા ધોકડવા પેટા વિભાગીય કચેરી ખાતે પણ આ આંદોલન કરવામાં આવેલ જેમાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો